October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલ ભારત સ્‍કાઉટ્‍સ એન્‍ડ ગાઇડ્‍સ દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ની ઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02: ગાંધીજી અને શાષાી જયંતિ નિમિત્તે લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલના પ્રાંગણમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા-કચરા મુક્‍ત ભારત’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાનની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલના ચેરમેન શ્રી ફતેહસિંહ ચૌહાણ, કારોબારી સભ્‍યો, શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજના વાઇસ પ્રિન્‍સિપાલ, હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચના વાઇસ પ્રિન્‍સિપાલ, લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલના વાઇસ પ્રિન્‍સિપાલ શ્રીમતી નિરાલી પારેખ, લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલના વાઇસ પ્રિન્‍સિપાલ અને કોલેજના શિક્ષકો અને પ્રાધ્‍યાપકો ઉપસ્‍થિત રહ્યા હતા અને આ શુભ અવસરે દીપ પ્રાગટય કરવામાં આવ્‍યું હતું, ત્‍યારબાદ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા રાષ્‍ટ્રપતિ મહાત્‍મા ગાંધીજી અને દેશના શ્રેષ્‍ઠ પ્રધાનમંત્રી લાલબહાદુર શાષાીજીના જીવન પર આધારિત ખૂબ જ સુંદર કળતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્‍વચ્‍છતા સેવામાં ઉત્‍કળષ્ટ ભૂમિકા ભજવનાર શાળાના મહિલા કર્મચારીઓનું પ્રમાણપત્ર અને પ્રશસ્‍તિપત્ર આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ શુભ દિવસના મહત્‍વ પર પ્રકાશ પાડતા અધ્‍યક્ષ શ્રી ફતેહસિંહ ચૌહાણે ગાંધીજી અને શાષાીજીના જીવનની મહત્‍વની હકીકતો વિશે માહિતી આપતા જણાવ્‍યું હતું, કે ‘સત્‍ય ક્‍યારેય હારતું નથી, હા સત્‍ય મુશ્‍કેલીમાં મુકાઈ શકે છે પરંતુ સત્‍ય સત્‍ય છે, વિજયી છે.’ અંતમાં રાષ્‍ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્‍યું હતું.
ત્‍યાર બાદ લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલના ચેરમેનશ્રી, કારોબારીના સભ્‍યો અને લાયન્‍સ પરિવારના તમામ સભ્‍યો તથા વિદ્યાર્થીઓએ શાળાની સ્‍વચ્‍છતા કાર્યમાં ભાગ લીધો હતો. આ અવસરે 120 ભારત સ્‍કાઉટ ગાઈડોએ સ્‍વચ્‍છતા કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને શ્રમદાન કર્યુંહતું.

Related posts

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાના અધ્‍યક્ષસ્‍થાને ‘‘મિશન શક્‍તિ” યોજના અંતર્ગત ત્રિ-માસિક બેઠક મળી

vartmanpravah

વાપી શહેરમાં ભાજપ સહિત વિવિધ પાર્ટીઓએ 11 વોર્ડ વિસ્‍તારમાં ચૂંટણી પ્રચાર કાર્યાલય ધમધમતા કર્યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં નવરાત્રી દરમિયાન કોઈપણમહિલાને રાત્રે મુશ્‍કેલી જણાય તો પોલીસ ઘરે સુધી પહોંચાડશે

vartmanpravah

ચીખલી પોલીસે ખાંભડા નહેર પાસેથી કુસકીની આડમાં દારૂ લઈ જતો ટેમ્‍પો ઝડપ્‍યોઃ એકની ધરપકડ, બે વોન્‍ટેડ

vartmanpravah

વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત જિલ્લાના 90 માઈક્રો ઓબ્‍ઝર્વરની તાલીમમાં ઓબ્‍ઝર્વરોએ માર્ગદર્શન આપ્‍યું

vartmanpravah

ચીખલી ગ્રામ પંચાયતે પાઈપલાઈનમાં મોટર નાખી પાણી ચોરી કરનારાઓ સામે કરેલી લાલ આંખ

vartmanpravah

Leave a Comment