October 13, 2025
Vartman Pravah
ગુજરાતસેલવાસ

દાદરા નગર હવેલી ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટી દ્વારા ‘આપદા મિત્ર યોજના’ અંતર્ગત સ્‍વયંસેવકોને દસ દિવસની આપવામાં આવી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલી ડિઝાસ્‍ટર ઓથોરીટિ અને એનડીઆરએફના સહયોગ દ્વારા ‘આપદા મિત્ર યોજના’ અંતર્ગત દસ દિવસ સુધી સ્‍વયંસેવકો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ યોજના દાનહમાં આપદા પ્રતિક્રિયામાં સામુદાયિક સ્‍વયંસેવકોને ટ્રેનિંગ માટે કેન્‍દ્રીત છે. આ યોજનાનો ઉદ્દેશ્‍ય સ્‍વયંસેવકોને કૌશલ પ્રદાન કરવાનો છે. તેઓને આપદા બાદ પોતાના સમુદાયની તાત્‍કાલિક જરૂરિયાતોનો જવાબ આપવાની આવશ્‍યકતા હશે જેનાથી આપાતકાલી સ્‍થિતિ દરમ્‍યાન બુનિયાદી રાહત અને બચાવ કાર્ય કરવામાં સક્ષમ થઈ શકે.
આ યોજનામાં પ્રથમ બેચમાં દાદરા નગર હવેલીના 64 સ્‍વયંસેવકોને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ 6ઠ્ઠી બટાલિયન એનડીઆરએફ, બરોડા, ગુજરાતના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. આ ‘આપદા મિત્ર’ને આપદા પ્રતિક્રિયા અને રાહતનાવિવિધ પાસાઓ જેવા કે પ્રાથમિક સારવાર, સીપીઆર, બુનિયાદી જીવન રક્ષક કૌશલ્‍ય, પ્રાથમિક અગ્નિશમન બાબતે ટ્રેનિંગ આપવામાં આવી હતી. સાથે ફાયર વિભાગની ટીમે પણ સ્‍પોર્ટ્‌સ કોમ્‍પ્‍લેક્‍સ સેલવાસમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. સ્‍વયંસેવકોને તાલીમ બાદ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ વિભાગ દ્વારા કલા કેન્‍દ્ર સેલવાસ ખાતે પ્રમાણપત્ર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા, એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણા અને ટ્રાફિક વિભાગના એસ.પી. શ્રી અનુજ કુમાર દ્વારા સ્‍વયંસેવકોને આપાતકાલીન પ્રતિક્રિયા કીટ સાથે પ્રમાણપત્ર તથા ઓળખપત્રનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ અવસરે નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોર, એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન, શ્રીમતી હિમાની મીણા, સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સુનભ સિંહ, સાયલી પોલીસ ટ્રેનિંગના વાઈસ પ્રિન્‍સિપાલ શ્રી એન.એલ.રોહિત વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી આર.એન. સ્‍કૂલની વિદ્યાર્થીની અનુષ્‍કા વર્મા ઓપન નેશનલ ગેમ્‍સ એન્‍ડ સ્‍પોર્ટ્‍સમાં ઝળકીઃ દોડમાં બ્રોન્‍ઝ મેળવ્‍યો

vartmanpravah

લોકસભામાં કોંગ્રેસના નેતા દ્વારા રાષ્ટ્રપતિ રાષ્‍ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કરાતા ચીખલીમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરી પૂતળા દહન કરાયું

vartmanpravah

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજયને દાનહ દમણ-દીવ ભાજપાએ પણ મનાવ્‍યો પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં ભાજપ કાર્યકરો દાનહ અને દમણમાં ઠેર ઠેર ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી ઉજવેલો વિજયોત્‍સવ

vartmanpravah

કિકરલા ખાતે બે મોટર સાયકલ સામ સામે અથડાતા થયો ગંભીર અકસ્‍માત

vartmanpravah

દાનહ સુરંગી ગામે સનાતન કંપનીમાં કોપર વાયરની ચોરીના ૬ આરોપીઓની ધરપકડ

vartmanpravah

દાનહમાં કંપની સંચાલકોની ભારે લાપરવાહીનો ભોગ બની રહ્યા છે નિર્દોષ કામદારો

vartmanpravah

Leave a Comment