Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલી પોલીસે બારોલીયાથી વિદેશી દારૂનો જથ્‍થો ઝડપ્‍યો : 3 વોન્‍ટેડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતી.દરમ્‍યાન બાતમી મળી હતી કે બારોલીયા વાડી પટેલ ફળીયા વેગણીયા નદી કાંઠે દારૂનો જથ્‍થો સંતાડેલ છે. જે હકીકત બાતમીના આધારે ચીખલી પોલીસના સ્‍ટાફે રેડ કરતા પોલીસની રેડ જોઈ સંદીપઉર્ફે પોપડો બાબુ પટેલ (રહે.સુંઠવાડ દિવાન ફળીયા, તા.ચીખલી), કિરણ ઉર્ફે કીલિયો વિનોદ પટેલ (રહે.એંધલ હનુમાન ફળીયા તા.ચીખલી), કેવલ સુરેશ પટેલ (રહે.બારોલીયા માકડીયા ફળીયા તા.ચીખલી) ફરાર થઇ ગયા હતા. બાદમાં પોલીસ વેગણીયા નદી કાંઠે તપાસ કરતા જ્‍યાંથી વિદેશી દારૂ-ટીન બિયરની નાની મોટી બોટલ નંગ-555 જેની કિં. રૂા.38,920/- તેમજ બે મોટર સાયકલ કિં. રૂા.40,000/- મળી આવતા પોલીસે કુલ્લે રૂા.78,920/- નો મુદ્દામાલ કબ્‍જે કરી ઉપરોક્‍ત ત્રણેય આરોપીને પોલીસ ચોપડે વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ પીએસઆઇ-એમ.કે.ગામીત કરી રહ્યા છે.

Related posts

જિલ્લા પોલીસ વડાના અધ્‍યક્ષતા હેઠળ ઉમરગામ પોલીસ મથકે લોક દરબાર યોજાયો

vartmanpravah

વલસાડમાં યોજાયેલ મેરેથોનમાં અતુલ કંપનીનાં કર્મચારીઓએ ભાગ લીધો

vartmanpravah

કરવડ પ્રાથમિક શાળા ખાતે વેલશિક્ષા અભિદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ જિ.પં.ના સોમનાથ-એના સભ્‍ય અને બાંધકામ સમિતિના અધ્‍યક્ષ રીનાબેન હરીશભાઈ પટેલે આગવી રીતે ઉજવેલો પોતાનો જન્‍મદિવસ

vartmanpravah

વલસાડમાં ગુજરાત રાજ્‍યમાધ્‍યમિક-ઉચ્‍ચત્તર માધ્‍યમિક બોર્ડની સામાન્‍ય ચૂંટણીનું મતદાન યોજાયું

vartmanpravah

દમણ નગર પાલિકા બળવાના માર્ગે? : દમણ ન.પા.ની વિશેષ બેઠકમાં તમામ કાઉન્‍સિલરો ગેરહાજર

vartmanpravah

Leave a Comment