Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આછવણીના પ્રગટેશ્વરધામની ધજા સાથેની પદયાત્રાનું દમણથી પ્રસ્‍થાન કરાયું : પ્રગટેશ્વર દાદાના પ્રાગટય દિન અવસરે મંદિરના શિખરે ધજા ચઢાવાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.28: દમણ નિવાસી જીગ્નેશભાઈ અપ્‍પુભાઈ પટેલ ધર્મ પત્‍ની પ્રકળતિબેન પટેલના નેજા હેઠળ સમગ્ર મહાદેવના ભકતો સહિત પ્રગટ પ્રગટેશ્વર મહાદેવના પાટોત્‍સવ તા.30/12/2023, શનિવારના રોજ ભગવાન શિવજીના મંદિરના શિખર પર ધજા ચઢાવવા જઈ રહ્યા છે. આ પદયાત્રાનું પ્રસ્‍થાન પ્રટ પ્રગટેશ્વર મહાદેવ મંદિરના આદ્યસ્‍થાપક ધર્માચાર્ય 5.પૂ. પરભુદાદા તથા ધર્માચાર્ય પ.પૂ. રમાબા દ્વારા ગુજરાત, મહારાષ્‍ટ્ર અને દમણ શિવપરિવારના શિવભક્‍તોની ઉપસ્‍થિતિમાં દમણ ખાતેથી કરાયું હતું.
આ અવસરે ધર્માચાર્ય પરભુદાદાએ આશીર્વચન પાઠવતાં જણાવ્‍યું હતું કે, દરેક દેવોના રૂપ જુદા-જુદાછે, વિષ્‍ણુ, રામ, કળષ્‍ણ અવતાર પણ છે. પરંતુ આખરી રૂપ મહાદેવ છે. દમણ દરિયા કિનારે આવેલું છે અને સમુદ્રમાં લક્ષીનારાયણ બિરાજે છે, જેથી અહીંની ભૂમિ પણ અતિ પવિત્ર છે. અપ્‍પુભાઈ પટેલ ભગવાનનું નામ લઈ સંકલ્‍પ સાથે દમણથી પ્રગટેશ્વરધામની ધજા લઈ પદયાત્રા કરી આછવણી મંદિરે પહોંચી ધજારોહણ કરશે. આ પદયાત્રામાં એક એક ડગલું ચાલવાથી એક યજ્ઞનું ફળ મળે છે. આવી યાત્રા પાંડવો અને ભગવાન શ્રીરામે પણ કરી હતી. એ યાત્રાનું દર્શન અને પૂજન કરે એને પણ અઢળક પુણ્‍ય પ્રાપ્ત થાય છે. પંચવટી નાશિકથી મહારાષ્‍ટ્રના શિવભક્‍તો દર વર્ષે કાવડમાં જળ લઈને પદયાત્રીઓ આવે છે. દમણમાં જાય એટલે દારૂ પીવા જ જાય એવું માને છે, પણ દમણમાં ભગવાનનું રસપાન કરાવવાવાળા અપ્‍પુભાઈ છે. કાદવમાંથી કમળ ઊગે તેમ દમણમાં અપ્‍પુભાઈ કાદવમાંથી કમળરૂપે આવ્‍યા છે. આપણા શરીરના આઠે અંગો સારા હોય તો તંદુરસ્‍તી સારી કહેવાય તેમ દાન, ધર્મ, પૂજા, અર્ચના સાથે આવેલા અતિથિનું સન્‍માન કરે તેને સાચી ભક્‍તિ કહેવાય છે.
આ પદયાત્રા અપ્‍પુભાઈ પટેલ તથા પ્રકળતિબેન પટેલ-દમણ તથા અમારા શિવપરિવારોના નિવાસ સ્‍થાનેથી મંત્રોચ્‍ચાર સાથે વાજતે ગાજતે નીકળી હતી. પ્રગટેશ્વર ધામ આછવણીના ગોરમહારાજ ભૂદેવો અનિલભાઈ જોષી, કશ્‍યપભાઈ જાની અનેકથાકાર અજયભાઈ જાનીએ મંત્રોચ્‍ચાર સાથે સમુદ્ર તેમજ ધજાની વિધિવત પૂજા કરાવી હતી. આ પદયાત્રા શ્રી પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ ભકિતધામ આછવણી મુકામે તા.29/12/2023ના રોજ સાંજ સુધીમાં પહોંચશે. આ પદયાત્રાના માર્ગ ઉપર અનેક સ્‍થળોએ પદયાત્રીઓનું સ્‍વાગત કરવામાં આવશે. આ ધજા પાટોત્‍સવના દિને તા.30/12/2023 શનિવારે સવારે 8:00 કલાકે ધૂન-ભજન, ભક્‍ત સમુદાય સાથે ચઢાવવામાં આવશે.
આ અવસરે ભૂદેવ કશ્‍યપભાઈ જાનીએ જણાવ્‍યું હતું કે, ધજાનું ખૂબ મહત્‍વ છે, કોઈ વ્‍યક્‍તિ મંદિરમાં ન જઈ શકે અને ફક્‍ત ધજાના દર્શન કરી લે તો પણ ભગવાન તેની પૂજા સ્‍વીકારી લે છે. પ્રગટેશ્વરદાદાના સાંનિધ્‍યમાં દર વખતે કંઇ નવું નવું પ્રગટ થઈ રહ્યું છે, કારણ કે એનું નામ જ છે પ્રગટેશ્વર. જળયાત્રા દર વર્ષે નાશિકથી આવે જ છે, પણ આ વખતે ધજા લઈને અપ્‍પુભાઈ અને તેમનો પરિવાર પ્રગટેશ્વરધામ આવી રહ્યા છે. પદયાત્રાનું ખુબ મહત્‍વ છે, જે કોઈ પદયાત્રાના દર્શન કરે અને ધજાને મસ્‍તકે લગાવે તેનું પણ કલ્‍યાણ થઈ જાય છે.
પદયાત્રાના આયોજક અપ્‍પુભાઈ પટેલે પદયાત્રાના આગમન સમયે આવનારા શિવપરિવારનું સ્‍વાગત કરતાં જણાવ્‍યું હતું કે, સેવા તો ભગવાન જ કરાવે છે આપણે તો માત્ર નિમિત્ત જ છે. આજનો અવસર પૂ. દાદા, બા અને પ્રગટેશ્વરદાદાની કળપાથી થઈરહ્યો છે. જેમાં મારા ઘર પરિવાર, સગાં-સંબંધીઓ અને શિવ પરિવારનો અમૂલ્‍ય સહયોગ પ્રાપ્ત થયો છે.
આ પદયાત્રા પૂર્વે દમણમાં આવેલા મંદિરો શ્રી વાસુકીનાથ, શ્રી કુંતેશ્વર મહાદેવ, શ્રી સોમનાથ મહાદેવ, શ્રી હનુમાનજી મંદિર, શ્રી બ્રહાદેવ મંદિર, શ્રી મીઠી માતા, શ્રી અંબા માતા મંદિરે ધજા ચઢાવવામાં આવી હતી.
આ અવસરે વિધવા બહેનો અને ભૂદેવોને ટોર્ચનું વિતરણ કરાયું હતું.
આ શુભ અવસરે પ્રગટેશ્વર સેવા સમિતિના પ્રમુખ બિપીનભાઈ પરમાર, મંત્રી હેમંતભાઈ પટેલ, ખજાનચી અમિતભાઈ પટેલ, પ્રાગટ દિન ઉજવણી પ્રમુખ ભરતભાઈ દેસાઈ, ઉપ પ્રમુખ વિપુલભાઈ પાંચાલ, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ સહિત શિવ પરિવારના અપ્‍પુભાઈ પટેલ, કળપાશંકર યાદવ, પ્રવિણભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, મયુરભાઈ પટેલ સહિત શિવપરિવાર મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ ન.પા.ની પાણીની લાઈનમાં ભંગાણઃ છેલ્લા બે દિવસથી હજારો લીટર પાણી બરબાદ

vartmanpravah

પારડીના ખૂંટેજ ગામે વળાંકમાં ટેમ્‍પો અને બાઈક સામ સામે અથડાતા બાઈક ચાલકનું મોત

vartmanpravah

સુરંગી પંચાયતમાં રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

વાપી ગુંજન રમઝાનવાડીમાં ચોરાયેલ ગટરના ઢાંકણને લીધે ગટરના 6 ફૂટ ઊંડા ખાડામાં ગાય ખાબકી

vartmanpravah

રાજસ્‍થાનમાં કરણી સેના રાષ્‍ટ્રિય પ્રમુખની ગોળી મારી કરાયેલ હત્‍યાના પડઘા વલસાડમાં પડયા

vartmanpravah

રોટરી વાપી રિવર સાઈડનો પદગ્રહણ સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment