October 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

નવસારી જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરના અધ્‍યક્ષસ્‍થાને ગરીબ કલ્‍યાણ મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: આગામી તા.15 ઓક્‍ટોબરનાં રોજ નવસારી જિલ્લામાં યોજાનાર ગરીબ કલ્‍યાણ મેળાના આયોજન અંગેની બેઠક આજ રોજ જિલ્લા પંચાયતનાં સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગરના અધ્‍ય્‍ક્ષસ્‍થાને યોજાઈ હતી .આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગરે સંબંધિત અધિકારીઓને લાભાર્થીઓની વ્‍યવસ્‍થા, સાધન સહાયની વિગત, ડેટા એન્‍ટ્રી સમયસર થઈ જાય તે અંગે જરૂરી સૂચનાઓ આપી હતી.
નવસારીજિલ્લામાં ગરીબ કલ્‍યાણ મેળો ચીખલી તાલુકાના શ્રી જ્ઞાનકિરણ ધોડિયા સમાજની વાડી, સુરખાઇ ખાતે તા.15/10/2022 ના રોજ આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાનાર છે. ગરીબ કલ્‍યાણ મેળાના આયોજનમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે જોવા ખાસ ભાર મુકયો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગરે દરેક અમલીકરણ અધિકારીઓએ પોતાને સોપાયેલી કામગીરી જવાબદારીપૂર્વક નિભાવીને આયોજનને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો .
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્રષ્ટિ શુકલા, શ્રીમતી સીતાબેન પટેલ સહિત જિલ્લા અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ રેસર્સ ગૃપ દ્વારા કલર રન સાથે મેરેથોન યોજાઈ

vartmanpravah

આદર્શ નિવાસી શાળા બામટી ખાતે વલસાડ જિલ્લાકક્ષાના આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડમાં ધરમપુર રોડ પર વધુ એક સદભાવના પાત્ર સૌના માટે ખુલ્લુ મુકાયું

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ ખાતે વિદ્યાર્થીનીઓ માટે ‘‘આર્યપુત્રી” સેમિનારનું આયોજન કરાયું

vartmanpravah

દાનહઃ પ્રાથમિક ગુજરાતી શાળા ગોરાતપાડામાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શ્રેષ્‍ઠ ગુજરાતી ચલચિત્રોના કલાકાર-કસબીઓને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારિતોષિક એનાયત

vartmanpravah

Leave a Comment