Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડ કલેક્‍ટર કચેરી ખાતે કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ કમાન્‍ડ અને કંટ્રોલ સેન્‍ટરનું ઉદ્‌ઘાટન કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી ક્ષિપ્રા એસ. આગ્રેના હસ્‍તે જિલ્લા વિકાસઆધિકારીશ્રી મનીષ ગુરવાની અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી અનસુયા ઝાની ઉપસ્‍થિતીમાં કમાન્‍ડ અને કંટ્રોલ સેન્‍ટરનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું. આ સેન્‍ટરમાં રાજ્‍ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત વલસાડ જિલ્લામાં થયેલ કામગીરીનું વિવિધ સેકટર જેવા કે, આરોગ્‍ય, શિક્ષણ, ખેતીવાડી, કૌશલ્‍ય વિકાસ, આંતર માળખાકીય સવલતોના જરૂરી નિર્દેશકો થકી થયેલી પ્રગતિની ડેટા એન્‍ટ્રી, મોનિટરીંગ અને સમીક્ષાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત કંટ્રોલ અને કમાન્‍ડ સેન્‍ટર ખાતે વલસાડ જિલ્લાની વિવિધ યોજનાકીય તેમજ વહીવટી માહિતીની ડેટા એન્‍ટ્રી કરી ડેટા તૈયાર કરવામાં આવશે. આ સેન્‍ટર દ્વારા જિલ્લા વહીવટી તંત્રને નિર્ણયો લેવામાં સરળતા રહેશે.

Related posts

બુચરવાડાની સરકારી શાળામાં નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા જી20ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

દમણ : કચીગામ બોર્ડરથી ચાર રસ્‍તા સુધી છેલ્લા એક સપ્તાહથી અંધારપટ : સ્‍ટ્રિટ લાઈટો ઠપ્‍પ

vartmanpravah

દાનહ ખાતે 1999ની સભામાં બાળાસાહેબ ઠાકરેએ શું કહ્યું હતું…?: પ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકરે તાજી કરાવી યાદ

vartmanpravah

પારડીના ગોઈમા ખાતેથી માનવ કંકાલ મળતા ચકચાર

vartmanpravah

વાપી કરવડ વિસ્‍તારમાં પાલિકા દ્વારા ચાલી રહેલ ડિમોલિશન કામગીરીમાં વિવાદ સર્જાયો

vartmanpravah

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતોના પ્રમુખ-ઉપ પ્રમુખની પસંદગી ભાજપ હાઈકમાન્‍ડ માટે પણ અગ્નિ પરીક્ષા

vartmanpravah

Leave a Comment