(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: વલસાડ નગરપાલિકા વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓમાંથી વિકાસના કામોનું આજરોજ લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ અને વલસાડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વલસાડના રખોડિયા તળાવ ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં અમૃત-2.0 યોજના હેઠળ વલસાડ નગરપાલિકાના રામવાડી, રાખોળિયા તળાવ, તિથલ રોડ, કલ્યાણ બાગ ઓવર હેડ વોટર ટેન્ક તેમજ અંડર ગ્રાઉન્ડ સંપનું અને તેને લાગુ પાઈપ લાઈનનું કામ તથા ઔરંગા નદી ઉપર ઇન્ટેકવેલ એપ્રોચ બ્રિજ બનાવી નદીનું પાણી પાઇપ લાઇન દ્વારા અબ્રામા વિસ્તારમાં નવું બનનાર 12 એમ.એલ.ડી.વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ અંદાજિત રકમ : 32.43 કરોડના ખર્ચે તથા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નિર્મળ ગુજરાત – 2.0 યોજના હેઠળ વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં બ્યુટીફીકેશન ઓફ ગારબેજ વલ્નેબલ પોઈન્ટ (17 પોઈન્ટ) કામ અંદાજિત રકમ રૂ.19,56,063/- ના ખર્ચે, તેમજ ધમડાચી ગામે જિલ્લા કક્ષાનું મોડેલ ફાયર સ્ટેશન બાંધકામનું કામ અંદાજિત રકમ રૂ.6,60,62,298/- ખર્ચે, તથા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નિર્મળ ગુજરાત – 2.0 યોજના હેઠળ વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં મુખ્ય એપ્રોચ રોડ ઔરંગા નદીના પુલથી બેચર રોડ થઈ અબ્રામા ધરમપુર બ્રીજ (ય્ભ્જ્ ગ્રાઉન્ડ સુધી) આઈકોનીક રોડ બનાવવાનું કામ અંદાજિત રકમ : રૂ.98,66,414.00 ના ખર્ચે તેમજ અમૃત-2.0 યોજના હેઠળ સુએઝ ક્લેકટીંગ નેટવર્ક જુદાજુદા વ્યાસ વાળી આર.સી.સી. (એન.પી.-03) ગ્રેવીટી પાઈપ લાઈન વલસાડ નગરપાલિકાના વિવિધ વિસ્તારો જેવા કે, જૂનું વલસાડ, ધોબી તળાવ, અબ્રામા વગેરે વિસ્તારોમાં નાખવાનીકામગીરી તથા રેલ્વે યાર્ડ, ગરીબ નવાઝ અને અબ્રામા વિસ્તારમાં સબ પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી અંદાજિત ખર્ચ : રૂ.30.21 કરોડના ખર્ચે તથા, નામદાર સરકારશ્રી 15મા નાણાપંચ (2021-22) (ટાઈડ) નગરપાલિકા હસ્તકની પારડી સાંઢપોર ડંપીંગ સાઈટ પરથી ફ્રેશ સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ ની કામગીરી અંદાજિત ખર્ચ : રૂ.1.69 કરોડ ના ખર્ચે તથા નામદાર સરકારશ્રી 15મા નાણાપંચ (2022-23) નગરપાલિકા કચેરી ખાતે સિટી સિવિક સેન્ટર બનાવવાની કામગીરી (ફેઝ-01) અંદાજિત ખર્ચ : રૂ.0.46 કરોડ ના ખર્ચે તૈયાર થનાર કામોનું આજરોજ આ લોકાર્પણનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ, વલસાડ વિધાન સભા બેઠકના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ, વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ કિન્નરીબેન અમિષભાઈ પટેલ, ભાજપના કાર્યકર્તા આશિષભાઈ દેસાઈ અને અમિષભાઈ પટેલ વલસાડ નગરપાલિકા ચીફ એન્જિનિયર હિતેશભાઈ પટેલ, નગ્માબેન મોદી, એકાઉન્ટ કાર્તિકભાઈ દેસાઈ સહિત વલસાડ નગરપાલીકાના માજી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
