October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ઓલગામમાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ તાલુકાના ઓલગામ ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આત્મા પ્રોજેક્ટના વલસાડ તાલુકાના બીટીએમ (બ્લોક ટેકનોલોજી મેનેજર) કેવલ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીની વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી, જેમાં પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ (૧) જીવામૃત, (૨) બીજામૃત, (૩) આચ્છાદન, (૪) વાફ્સા અને (૫) મિશ્ર પાક પધ્ધતિ વિશે સમજ આપી હતી. પ્રાકૃતિક ખેતીમાં રોગ જીવાત થાય તો તેવી રીતે નિયંત્રણ કરવુ તે માટે દશપર્ણી અર્ક, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિઅસ્ત્રની માહિતી આપી હતી. બાગાયત ખાતાના વલસાડ તાલુકાના બાગાયત અધિકારી ડો.વિશાલ ગાર્ગે અને ઉમરગામ તાલુકાના બાગાયત અધિકારી મોહિનીબેન દ્વારા મહિલા સશક્તિકરણ હેતુ પ્રાકૃતિક ખેતીમાં મૂલ્યવર્ધનની તાલીમ આપવામાં આવી હતી. બાદમાં ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી પણ થઈ હતી.

Related posts

કરવડ હાઈસ્‍કૂલમાં સ્‍વ.કૌશિક હરિયાનો શ્રદ્ધાજંલી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી ડુંગરી ફળીયા ભંગારના ગોડાઉનમાં આગ: અન્‍ય ત્રણ ગોડાઉન પણ આગની લપેટમાં

vartmanpravah

વાપીમાં પોલીસે અનોખી રક્ષાબંધન ઉજવી મહિલા પોલીસે વાહન ચાલકોને રાખડી બાંધી

vartmanpravah

આજથી શરૂ થઈ રહેલ ધોરણ 10ની પરીક્ષામાં સંઘપ્રદેશના 8207 અને ધોરણ 12ના 5705 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah

દમણ જિલ્લામાં 51 હજાર સભ્‍ય નોંધવાનો ભાજપનો નિર્ધાર

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના મેડિકલ અને હેલ્‍થ સર્વિસિસના ડાયરેક્‍ટર તરીકે ત્‍ખ્‍લ્‍ અધિકારી અસકર અલીને આપેલો વધારાનો અખત્‍યાર

vartmanpravah

Leave a Comment