April 26, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘શૈક્ષણિક ફિલ્‍ડ ટ્રીપ’નું આયોજન થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘શૈક્ષણિક ફિલ્‍ડટ્રીપ’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેના અંતર્ગત ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને સિલવાસા ખાતે આવેલ પારલે-જી ફેક્‍ટરીની મુલાકાત કરાવવામાં આવી હતી અને ધોરણ 6 થી 9 (6 થી 9)ના વિદ્યાર્થીઓને ધરમપુર સ્‍થિત મ્‍યુઝિયમ અને સાઈન્‍સ સેન્‍ટરની મુલાકાત કરાવવામાં આવી હતી.
ધોરણ 1 થી 5નાં વિદ્યાર્થીઓએ સિલવાસા સ્‍થિત પારલે-જી ફેક્‍ટરીની મુલાકાત દરમ્‍યાન પારલે-જી ફેક્‍ટરીની સ્‍થાપના અને બિસ્‍કિટની બનાવટ તેમજ વિવિધ પ્રોડક્‍ટસની વિગતવાર માહિતી પ્રાપ્ત કરી હતી તેમજ ધોરણ 6 થી 9 ના વિદ્યાર્થીઓએ ધરમપુર સ્‍થિત મ્‍યુઝિયમ અને સાઈન્‍સ સેન્‍ટરની મુલાકાત દરમિયાન વિવિધ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત કરી વિજ્ઞાન કેન્‍દ્રમાં મનોરંજન સાથે વિવિધ વૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
આ સમગ્ર ટ્રીપ દરમિયાન વિદ્યાર્થીઓએ ખૂબ જઆનંદ અને જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમ શાળાનાં આચાર્યશ્રી અનુપમ ઉપાધ્‍યાયનાં નેતૃત્‍વ હેઠળ કરવામાં આવ્‍યો હતો.

Related posts

સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં એસપી અને એસડીપીઓની આકસ્‍મિક મુલાકાત દરમિયાન લાપરવાહી દાખવનાર હે.કો. રવિન્‍દ્ર રાયને સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

vartmanpravah

સેલવાસના ગુલાબભાઈ રોહિતે 6ઠ્ઠા ICMRLGI-2023 વૈશ્વિક સંમેલનમાં આપ્‍યો નવો શિક્ષણ સિદ્ધાંત

vartmanpravah

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકાર આજે કટ્ટર બેઈમાન તરીકે સાબિત થઈ છેઃ કેન્‍દ્રિય માહિતી પ્રસારણ અને ખેલમંત્રી અનુરાગ ઠાકુર : દીવ ખાતે પત્રકારો સાથે કરેલી વાતચીત

vartmanpravah

ધારાસભ્‍ય અનંત પટેલના સમર્થકોએ વાપી-શામળાજી હાઈવે ચક્કાજામ કર્યો

vartmanpravah

બિલિમોરાની ‘નારી સેના’ દ્વારા બામણવેલ વિદ્યાલયમાં સ્‍વેટર વિતરણ કરાયI

vartmanpravah

Leave a Comment