October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે ઉપર પેટ કેર શોપમાં ચોરી : 50 હજારથી વધુની રોકડ ચોરી કરી બેતસ્‍કરો ફરાર

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ : એક તસ્‍કર દુકાનમાંથી
બે દિવસ પહેલા નોકરી છોડી ગયાનું અનુમાન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી નેશનલ હાઈવે મુંબઈ તરફ જતી લેન ઉપર આવેલ કોમ્‍પલેક્ષમાં કાર્યરત મધર પેટ કેર નામની શોપમાં વિતેલી રાતે તસ્‍કરો ગ્રીલ તોડી દુકાનમાં પ્રવેશી 50 હજાર ઉપરાંતની રોકડ રકમ ચોરી કરી રાત્રે અંધારામાં ફરાર થઈ ગયા હતા.
ઠંડીની ઋતુમાં તસ્‍કરોએ પેટ કેર શોપને નિશાન બનાવી હતી. મુંબઈ હાઈવે લાઈન ઉપર આવેલ એક કોમ્‍પલેક્ષના ભોયતળીયે આવેલ મધર પેટ કેર શોપમાં વિતેલી રાતમાં બારીની ગ્રીલ તોડી દુકાનમાં પ્રવેશ્‍યા હતા. ત્‍યારબાદ દુકાનનો ખુણેખુણે ફરીને અંદાજીત 50 હજારની વધુની રોકડ રકમ ચોરી ગયા હતા. આજે સવારે દુકાનની ચોરી અંગેની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્‍થળે પહોંચી પ્રથમ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં બે તસ્‍કરો ચોરી કરતા નજરે પડી રહ્યા હતા. અનુમાન એ પણ કરાઈ રહ્યું છે કે એક ચોર અગાઉ બે દિવસ માટે શોપમાં નોકરીએ આવ્‍યો હતો. બાદમાં નોકરી કરી છોડી ગયો હતો. પોલીસે સીસીટીવી ફુટેજને આધારે તસ્‍કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

વલસાડ કાપરી રેલવે ઓવરબ્રિજ પર રીલ બનાવતી યુવતિનો વિડિયો વાયરલ

vartmanpravah

176- ગણદેવી વિધાનસભામાં 199પ થી ભાજપના ગઢમાં ત્રિપાંખિયા જંગમાં ફરી એકવાર ભાજપ કમળ ખીલાવે તેવી લોક ચર્ચા

vartmanpravah

વાપી એસ.ઓ.જી. પોલીસ સ્‍ટેશનમાં ચૂંટણી સંદર્ભે ઈન્‍ડસ્‍ટ્રીઝ લીકર્સ યુઝર્સ ટ્રાન્‍સપોર્ટરની મિટિંગ યોજાઈ

vartmanpravah

ગત સપ્તાહે દિલ્‍હીની મુલાકાતે આવેલા માલદીવ્‍સના રાષ્‍ટ્રપતિની સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ઉપસ્‍થિતિમાં લીધેલી સૌજન્‍ય મુલાકાત

vartmanpravah

પારડી અરિહંત ટાઉનશીપ બિલ્‍ડીંગમાંથી મોપેડ ચોરાઈ

vartmanpravah

વલસાડથી ધરમપુર જતી એમ્‍બ્‍યુલન્‍સને સુગર ફેક્‍ટરી પાસે કન્‍ટેનરે ટક્કર મારી

vartmanpravah

Leave a Comment