(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05: ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના વલસાડ જિલ્લા સંયોજકની આગેવાનીમાં સેલવાસ ઝંડાચોક પ્રાથમિક શાળા પરિસરથી ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ દ્વારા ગુણવતાયુક્ત પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ દ્વારા પથ સંચલન કરાયું હતું જેની શરૂઆત સેલવાસ ઝંડાચોક સ્કૂલથી કીલવણી નાકા, કલેક્ટર કચેરી રોડ, ટોકરખાડા અંબાજી મંદિર થઈ સેલવાસ પોલીસ સ્ટેશનથી પરતઝંડાચોક ખાતે આવી પહોંચી હતી. પથ સંચલન દરમિયાન આર.એસ.એસ.ના સ્વયંસેવકો ઉપર લોકો દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.