Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

આજે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં પારડીમાં યોજાનાર ગરીબ કલ્‍યાણ મેળામાં 35163 લાભાર્થી 81 કરોડની સહાય ચૂકવાશે

ગરીબ કલ્‍યાણ મેળા થકી અનેક લોકો આત્‍મનિર્ભર બની જીવન જીવતા થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: રાજ્‍યના ગરીબ પરિવારોને આર્થિક રીતે પગભર કરવા તથા સહાયરૂપ બનવા માટે રાજ્‍ય સરકાર દ્વારા તબક્કાવાર ગરીબ કલ્‍યાણ મેળા યોજવામાં આવે છે. ગુજરાતમાં ભુપેન્‍દ્રભાઈ પટેલે મુખ્‍યમંત્રી તરીકે શાસનની ધુરા સંભાળ્‍યા બાદફેબ્રુઆરી-2022માં વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો હતો. જેમાં 16 વિભાગની વિવિધ યોજના હેઠળ કુલ 84839 લાભાર્થીઓને રૂા. 94 કરોડ 04 લાખ 47 હજાર 034 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી. ત્‍યારબાદ હવે આજે તા. 15 ઓક્‍ટોબરના રોજ પારડી તાલુકાની કુમાર શાળાના મેદાન પર યોજાનાર ગરીબ કલ્‍યાણ મેળોમાં કુલ 35163 લાભાર્થીઓને કુલ રૂા. 81 કરોડ 07 લાખ 54 હજાર 998ની સહાય ચૂકવામાં આવશે.
ગરીબો અને વંચિતોનો સર્વાંગી વિકાસ સાધવા માટે ગરીબ કલ્‍યાણ મેળાના માધ્‍યમથી એક જ સ્‍થળ પર વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવે છે. જેના થકી ગરીબોના જીવન સ્‍તરમાં ધરમૂળથી બદલાવ આવી રહ્યો છે. તા.13 સપ્‍ટેમ્‍બર 2021ના રોજ શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્‍યના 17માં મુખ્‍યમંત્રી તરીકે શપથ લઈ રાજ્‍યના વિકાસની બાગદોર સંભાળી હતી. બાળક ગર્ભમાં હોય ત્‍યારથી માંડીને વૃધ્‍ધ થાય અને અંત્‍યેષ્ઠી સુધીની વિવિધ યોજનાઓ હેઠળ સરકારશ્રી દ્વારા લાભાર્થીઓને ગરીબ કલ્‍યાણ મેળા દ્વારા સહાય ચૂકવવામાં આવે છે. જેના થકી લોકો આત્‍મનિર્ભર બની જીવન જીવતા થયા છે.
ગરીબો અને વંચિતોના વિકાસને સૌ પ્રથમ પ્રાધાન્‍ય આપી ફેબ્રુઆરી- 2022માં રાજ્‍ય વ્‍યાપી ગરીબ કલ્‍યાણ મેળાનું આયોજન કર્યુહતું. ત્‍યારે વલસાડ જિલ્લાનો ગરીબ કલ્‍યાણ મેળો રાજ્‍યના આદિજાતિ વિકાસ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા બાબતના મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને ધરમપુર તાલુકાના બામટી ખાતે યોજાયો હતો. જેમાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગ, કળષિ અને સહકાર વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, પંચાયત અને ગ્રામ ગળહ નિર્માણ વિભાગ, મત્‍સ્‍ય ઉદ્યોગ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, લીંડ બેંક, વન અને પર્યાવરણ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગળહનિર્માણ વિભાગ, શિક્ષણ વિભાગ અને સામાજિક ન્‍યાય અધિકારીતા વિભાગ સહિત કુલ 16 વિભાગ દ્વારા વિવિધ યોજના હેઠળ કુલ 84839 લાભાર્થીઓને કુલ 94 કરોડ 04 લાખ 47 હજાર 034 રૂપિયાની સહાય વિતરણ કરવામાં આવી હતી. જ્‍યારે આજે તા. 15 સપ્‍ટેમ્‍બરે સવારે 10 કલાકે પારડી તાલુકાના કુમાર શાળાના મેદાન પર નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં યોજાનાર ગરીબ કલ્‍યાણ મેળામાં કુલ 14 વિભાગ દ્વારા વિવિધ 95 યોજના હેઠળ કુલ 35163 લાભાર્થીઓને કુલ 81 કરોડ 07 લાખ 54 હજાર 998 રૂપિયાની સહાયઆપવામાં આવશે.

Related posts

દાનહના મસાટ ગ્રા.પં.ની વિવિધ સમસ્‍યાથી જિ.પં. પ્રમુખ નિશા ભવરને રૂબરૂ કરાયા

vartmanpravah

થર્ટીફસ્‍ટે દમણથી મદિરા પાન કરી ગુજરાતમાં પ્રવેશ્‍યા તો સીધા પોલીસ હવાલાતમાં

vartmanpravah

પારડી તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈઃ 2.66 કરોડના વિકાસ કામોને બહાલી અપાઈ

vartmanpravah

દાનહના નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખે છેતરપિંડી સંદર્ભે સતર્ક રહેવા લોકોને કરેલી તાકીદ

vartmanpravah

યુઆઇએ ચૂંટણી જંગમાં યુવા ઇન્‍ડસ્‍ટ્રીયલ ટીમને ટેક્‍સટાઇલ અને ગારમેન્‍ટ્‍સના ઉદ્યોગપતિઓએ જાહેર કરેલું સમર્થન

vartmanpravah

તા.૭ મી ના રોજ યોજનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા અન્વયે નવસારી જિલ્લામાંથી એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન

vartmanpravah

Leave a Comment