October 13, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

જેસીઆઈ નવસારીના પ7મા સ્‍થાપના દિનની ઉજવણી પ્રસંગે જેસીઆઈ નવસારીના નવા પ્રમુખ તરીકે હાર્દિક પટેલની વરણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.14: નવસારી સ્‍થિત સૃષ્ટિ રેસ્‍ટોરેન્‍ટમાં જેસીઆઈ નવસારીનો 56મો એવૉર્ડ સમારંભ તેમજ 57મો સ્‍થાપનાદિન ઉજવવામાં આવ્‍યો હતો. આ સમારોહમાં 2023 આવનાર નવા પ્રેસિડેન્‍ટ જેસી શ્રી હાર્દિકભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. 2022ના વર્ષના પ્રેસિડન્‍ટ જેસી શ્રી કેવલભાઈ શાહ તેમજ એમની ટીમ દ્વારા વર્ષ દરમિયાન કરેલ પ્રોજેકટ, સેમિનાર, સામાજિક કાર્યોનો અહેવાલ આપવામાં આવ્‍યો હતો તેમજ નવા બનનાર પ્રેસિડેન્‍ટ તેમજ એમનીનવી ટીમને શુભેચ્‍છાઓ આપવામાં આવી હતી. વર્ષ દરમિયાન થયેલ કાર્યો બદલ સારો દેખાવ કરનાર કાર્યકારી સભ્‍યોને એવોર્ડ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. મુખ્‍ય અતિથિ તરીકે સ્‍વસ્‍તિક ગ્રુપના શ્રી પરેશ રાઠોડ, ટાટા બોયઝ શાળાના પ્રિન્‍સિપાલ શ્રી બોમી જાગીરદાર, ઝેવીપી શ્રી નૈનેશ પટેલ, કીનોટ સ્‍પીકર તરીકે શ્રી કમલેશ ઠક્કર હાજર રહ્યા હતા. જેસીઆઈ વલસાડના પ્રેસિડન્‍ટ તેમજ નવા બનવા જનાર પ્રેસિડન્‍ટ તેમજ એમની ટીમ તથા વાંસદાના પ્રેસિડન્‍ટ અને એમની ટીમ પણ હાજર રહી સમારંભની શોભા વધારી હતી. જેસીઆઈ નવસારીના દરેક સભ્‍યો જેમાં જૂનિયર્સ જેસીસ, જેકોમના સભ્‍યો, ભૂતપૂર્વ પ્રેસિડેન્‍ટ્‍સ, સિનિયર્સ જેસીઆઈ નવસારી પરિવાર હાજર રહી કાર્યક્રમને રંગેમચે માણ્‍યો હતો.

Related posts

સીબીએસઈ દ્વારા લેવાયેલ ધોરણ 10 અને 12ની પરીક્ષાના જાહેર થયેલા પરિણામ: દમણ-દીવમાં ધોરણ 12નું 89.29 ટકા અને ધોરણ 10નું 94.17 ટકા આવેલું પરિણામ

vartmanpravah

દાનહમાં શુક્રવારે ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો

vartmanpravah

પારડીમાં બે સ્‍થળોથી જીવદયા ગ્રુપે બે અજગરનું સફળ રેસ્‍કયુ કર્યું

vartmanpravah

સરીગામ નોટીફાઇડ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટની ઈન્‍ડસ્‍ટ્રીઝ એન્‍ડ માઈન્‍સ ડિપાર્ટમેન્‍ટ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલી રચના

vartmanpravah

તલાવચોરામાં તળાવમાંથી મળી આવેલ યુવતિની લાશના બનાવમાં ચીખલીના પોલીસે સાદકપોર-ગોલવાડના એક યુવાન અને તેના મિત્રોની પૂછપરછ કરી લીધેલા નિવેદન

vartmanpravah

વલસાડના યુવાનોએ શ્રમયજ્ઞ કરી તંત્રને બોધપાઠ આપ્‍યો : હાઈવે ઉપરના ખાડા પુરવા યુવાનો જાતે ઉતર્યા

vartmanpravah

Leave a Comment