June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણઃ દલવાડા ગૌશાળામાં 60 થી વધુ પશુઓના મોતઃ સમોસાની પટ્ટી પશુઓના મોત માટે નિમિત્ત હોવાનું પ્રાથમિક તારણ

દલવાડાની ગૌશાળાના ગૌવંશના અપમૃત્‍યુ માટે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાબુલંદ બનેલી માંગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : દમણના દલવાડા ખાતે આવેલ ગૌશાળામાં લગભગ 60 થી વધુ અને અડોશ-પડોશના ગામના 15 જેટલા પશુઓના મોત થતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે અને જવાબદારને શોધી તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ બુલંદ બની છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દલવાડા ખાતે આવેલ ગૌશાળાનું સંચાલન જિલ્લા પંચાયત અને મરવડ ગ્રામ પંચાયત દ્વારા થતું હતું. પરંતુ ગૌરક્ષા મંચ સાથે સંકળાયેલ મરવડ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા એક સભ્‍યની ગુનાહિત સામેલગીરીના કારણે આ કાંડ થયો હોવાનું ચર્ચામાં છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગૌશાળામાં શુક્રવારે કોઈ ફૂડ બનાવતી ઈન્‍ડસ્‍ટ્રીઝમાંથી સમોસાની પટ્ટીઓ લાવવામાં આવી હતી. આ પટ્ટીઓનો ખોરાક ખાધા બાદ પશુઓના ટપોટપ મોત થવા માંડયા હતા. આ વધેલી સમોસાની પટ્ટી ખુલ્લામાં ફેંકવામાં આવી હતી, જેનો ખોરાક તરીકે ગામના પશુઓએ ઉપયોગમાં લેતાં આજુબાજુ વિસ્‍તારના લગભગ 15 જેટલા પશુઓના પણ મોત થયા હોવાનું જાણવા મળે છે.
અત્રે નોંધનીય છે કે, દલવાડાની ગૌશાળાનું સંચાલન જો જિલ્લા પંચાયત દ્વારા કરાતું હોય તો કેટલાક લોકો દ્વારા ગૌરક્ષક મંચના નામે દલવાડાની ગૌશાળા માટે દાન ઉઘરાવાતું હોવાનું પણ જાણવા મળે છે.ત્‍યારે આ દાનનો વહીવટ કોણ કરતું હતું અને ફેક્‍ટરીમાં સમોસાની પટ્ટી લેવા માટે કોણ ગયું હતું અથવા ફેક્‍ટરીવાળા દ્વારા સમોસાની પટ્ટી આપવા કોણ આવ્‍યું હતું અને ભૂતકાળમાં પણ આ પ્રકારે સમોસાની પટ્ટી કે અન્‍ય ખાદ્ય સામગ્રી આપવામાં આવી હતી કે કેમ? તે અનેક બાબતો રહસ્‍યના જાળાં ઉભા કરી રહી છે.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આ સમગ્ર પ્રકરણની તલસ્‍પર્શી તપાસ કરી ગૌમાતા અને તેમના વંશ સાથે ઘાતકી બેદરકારી રાખનારા તત્ત્વો સામે સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ એવી માંગ પ્રબળ બની છે.

દલવાડાની ગૌશાળામાં નિકળતા

છાણ-મૂત્રનો પણ મોટો કારોબાર..!

            દલવાડાની ગૌશાળામાંથી નિકળતાં છાણ અને મૂત્રનો પણ મોટો વેપલો થતો હોવાનું જાણવા મળે છે. આ છાણ અને મૂત્રનું વેચાણ કોણ કરતું હતું તેની કોઈ માહિતી પંચાયત પાસે નથી. પરંતુ મળતી માહિતી પ્રમાણે મરવડ ગ્રામ પંચાયતના દલવાડા વિસ્‍તારના એક સભ્‍ય દ્વારા તમામ વહીવટ થતો હોવાનું મરવડ વિસ્‍તારના એક ચૂંટાયેલા સભ્‍યએ જણાવ્‍યું હતું.

Related posts

ચૂંટણી પંચના રિપોર્ટ બાદ ઈનકમ ટેક્‍સ વિભાગનો દાનહમાં સપાટોઃ ભૂતિયા રાજકીય પક્ષને ફંડના મુદ્દે દેશના અલગ અલગ રાજ્‍યમાં દરોડા

vartmanpravah

વાપી નગરપાલિકાની અનોખી પહેલ, દર ગુરૂવારે વિકાસલક્ષી કામોની રિવ્‍યુ બેઠક મળશે

vartmanpravah

દાનહના રખોલીથી શાળાએ જવા નીકળેલ 10 વર્ષિય બાળક ગુમ

vartmanpravah

નાની દમણ ઘેલવાડ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીને પુષ્‍પાંજલી અર્પિત કરાઈ

vartmanpravah

‘‘ગાર્બેજ ફ્રી ઈંડિયા” ની થીમ સાથે ‘‘ગાર્બેજ ફ્રી વલસાડ” બનાવવા સ્‍વચ્‍છતાની વિવિધ પ્રવૃત્તિઓ શરૂ

vartmanpravah

વેલપરવાની ગુમ પરણીતા પરત ફરી: પરણીતાએ પોતાના સાસરે અને પિયર જવાની ના કહેતા પોલીસે નારી સંરક્ષણ ગૃહ ખાતે મોકલી

vartmanpravah

Leave a Comment