October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દાનહમાં ટોરેન્‍ટ પાવર સામે ભભૂકતો રોષઃ જવાબદારો સામે આકરા પગલાં ભરવા ઠેર ઠેરથી માંગ

  • ગઈકાલે ટોરેન્‍ટ પાવરની ગુનાહિત બેદરકારીથી દાનહ કૌંચાના બિલધરી પટેલ પાડા ખાતે ઈલેક્‍ટ્રીક થાંભલા ઉપર કામ કરતા ટેક્‍નીકલ હેલ્‍પરનું શોક લાગવાથી થયેલ મોતની ઘટનાના પડી રહેલા ઘેરા પ્રત્‍યાઘાત

  • આદિવાસી વિકાસ પરિષદ દ્વારા જિલ્લા કલેક્‍ટરને આપવામાં આવેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: ગઈકાલે ટોરેન્‍ટ પાવરની ગુનાહિત બેદરકારીથી દાનહ કૌંચાના બિલધરી પટેલ પાડા ખાતે ઈલેક્‍ટ્રીક થાંભલા ઉપર કામ કરતા ટેક્‍નીકલ હેલ્‍પરનું શોક લાગવાથી થયેલ ઘટનાના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્‍યાઘાત પડી રહ્યા છે અને ટોરેન્‍ટ પાવર દ્વારા પોતાની જવાબદારીમાંથી છટકવા શરૂ કરેલા પ્રયાસોની પણ ટીકા થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક મુકેશ માહદુ વાઘ જે ઈલેક્‍ટ્રીક થાંભલા ઉપર કામ કરી રહ્યો હતો ત્‍યાંથી સિંગલ ફેઈઝ અને થ્રી ફેઈઝ લાઈન પસાર થઈ રહી હતી. જ્‍યારે મૃતક કામ કરવા ગયો ત્‍યારે ટોરેન્‍ટ સત્તાવાળાઓ દ્વારા એવું કહેવામાં આવ્‍યું કે, બંને લાઈનોને સ્‍વીચ ઓફ કરવામાં આવી છે. ત્‍યારબાદ ઘટેલી કમનશીબ ઘટના બાદ મુકેશ વાઘનું થયેલ અપમૃત્‍યુ માટે ટોરેન્‍ટ પાવરની લાપરવાહી જવાબદારહોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આજે અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ દાદરા નગર હવેલી અને દમણ-દીવના યુવા પરિષદ દ્વારા જિલ્લા કલેક્‍ટરને આવેદનપત્ર આપી ટોરેન્‍ટ પાવર સામે અનુ.જાતિ/જનજાતિ અત્‍યાચાર નિવારણ ધારા હેઠળ ફરિયાદ નોંધવા તથા મૃતક મુકેશ માહદુ વાઘના પરિવારને વળતર આપવા અને ટોરેન્‍ટ પાવર સામે તપાસ બેસાડી યોગ્‍ય કાર્યવાહી કરવા અનુરોધ કરાયો છે.
અત્રે નોંધનીય છે કે, મૃતક મુકેશ વાઘના પરિવારમાં તેમના વૃદ્ધ માતા અને પિતાનો એકનો એક સહારો ખતમ થઈ જવા પામ્‍યો છે. એકમાત્ર મુકેશ વાઘ દ્વારા જ પરિવારનું ભરણપોષણ કરાતું હતું. હવે ઘડપણનો ટેકો પણ ખતમ થતાં મુકેશ વાઘના માતા-પિતા પણ બેસહારા બની ચુક્‍યા છે.

Related posts

વલસાડના ઓવાડા અને કેવાડા ગામમાં એક જ રાતમાં દિપડાએ બે અબોલ પશુ બળદોનો શિકાર કરતા ભયનો માહોલ

vartmanpravah

સ્‍કિલ ઈન્‍ડિયા ‘કૌશલ ભારત, કુશલ ભારત’ અંતર્ગત દમણની આલ્‍કેમ લેબોરેટરીઝની આવકારદાયક પહેલઃ મહિલાઓના સ્‍વાવલંબન કાર્યક્રમનો આરંભ

vartmanpravah

વલસાડ જિલ્લાના દરિયાઈ વિસ્‍તારમાં સૌરાષ્‍ટ્રના માછીમારો કબજો જમાવી દેવાતા માછીમારોએ આપેલું આવેદન

vartmanpravah

સેલવાસની જૂની કલેકટર કચેરી પરિસરમાં નશાખોરોનો જમાવડો

vartmanpravah

ટુકવાડાનું અવધ ઉથોપીયા એટલે નામ બડે ઓર દર્શન ખોટે: ક્‍લબના મેનેજર નીરજ પટેલે સંકેત મહેતા વિરુદ્ધ નોંધાવી રૂા.40 લાખની છેતરપિંડીની ફરિયાદ

vartmanpravah

17મી સપ્‍ટેમ્‍બરે ‘આંતરાષ્‍ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિવસ’ના ઉપક્રમે યોજાનારા જમ્‍પોર અને દેવકા બીચની સ્‍વચ્‍છતા માટે  દમણમાં 20 હજારથી વધુ લોકો બીચની સફાઈ માટે જોડાશેઃ સંઘપ્રદેશ પ્રશાસન અને કોસ્‍ટગાર્ડ દ્વારા અપાયેલો આખરી ઓપ

vartmanpravah

Leave a Comment