December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી દમણગંગા નદી કિનારે 212 એકર જમીનમાં ઈન્‍ડસ્‍ટ્રીયલ હબ આકાર લેશે

ઔદ્યોગિક વિકાસ માટે ચણોદ-વલવાડા વચ્‍ચે દમણગંગા નદી ઉપર 50 કરોડના ખર્ચે નવો બ્રિજ બનશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: બે વર્ષના કોરોનાની મંદી બાદ વાપી વિસ્‍તારમાં ઔદ્યોગિક પ્રગતિએ ફરી રફતાર પકડી લીધી છે. વાપી સહિત વલસાડ જિલ્લામાં નવા ઉદ્યોગો તથા ચાલુ ઉદ્યોગોની એક્‍સ્‍પાશન કામગીરી હાથ ધરાઈ રહી છે. ઔદ્યોગિક પ્રગતિ માટે વાપી દમણગંગા નદી કિનારે 212 એકર જેટલી જમીનમાં નવિન ઈન્‍ડસ્‍ટ્રીયલ હબ આકાર લેનાર છે અને તેના વિકાસ માટે ચણોદ-વલવાડા વચ્‍ચે દમણગંગા નદી ઉપર 50 કરોડના ખર્ચે નવો બ્રિજ બનવા જઈ રહ્યો છે તેથી વિકાસની સાથે સાથે વાપીથી ઉમરગામ, મુંબઈ જતા ભારે વાહનો માટે અતિ ઉપયોગી સાબિત થશે અને ટ્રાફિકનું ભારણ પણ ઘટશે.
તાજેતરમાં વાપી યોજાયેલ પત્રકાર પરિષદમાં રાજ્‍યના નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ચણોદ-વલવાડા વચ્‍ચે દમણગંગા નદી ઉપર 50 કરોડના ખર્ચે બનનાર બ્રિજની માહિતી આપી હતી તેથી દિવાળી બાદ ઔદ્યોગિક વિકાસ ગતિશીલ બની જશે. વલસાડ જિલ્લામાં ખાસ કરીને વાપી-સરીગામ, ઉમરગામમાં અંદાજીત હજાર કરોડના ઈન્‍ડસ્‍ટ્રીયલ હબની ગતિવિધિ આગળ વધશે. જેમાંપેપર, ફાર્મા અને એન્‍જિનિયરીંગ જેવા યુનિટો કાર્યરત થશે. તદ્‌ઉપરાંત તમામ ફેઝમાં અંદાજીત 110 જેટલા ઉદ્યોગો તેમના એકમોનું એક્‍સ્‍પાશન કરી રહ્યા છે. વાપી વિસ્‍તારમાં ઢગલાબંધ વિકાસ યોજનાઓ નજીકના ભવિષ્‍યમાં કાર્યરત થનાર છે.

Related posts

વલસાડમાં રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્‍થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી

vartmanpravah

વાપી ચલાથી ગુરુકુળ પાસે પિસ્‍તોલ વેચવા નિકળેલા બે યુવાનને પોલીસે ઝડપી પાડયા

vartmanpravah

ચીખલી તાલુકાના વિવિધ ગામોમાંથી જીયો કંપનીના મોબાઈલ ટાવરો પરથી કેબલો ચોરાયા

vartmanpravah

વલસાડના પારડી પારનેરા વાંકી નદી પરના માઈનોર પુલ પરથી અવરજવર પર પ્રતિબંધ મુકાયો

vartmanpravah

દાનહઃ લગાતાર ત્રીજા દિવસે પણ પ્રશાસકશ્રીએ વિવિધ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોનું કરેલું બારીકાઈથી નિરીક્ષણ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચથી વધુ પડેલો વરસાદ

vartmanpravah

Leave a Comment