December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ પરિવહન અને શિક્ષણ વિભાગના સંયુક્‍ત ઉપક્રમે શાળા-કોલેજની પરિવહન સેવા અંગે જાગૃતિ કાર્યશાળા યોજાઈ

ક્ષેત્રિય પરિવહન અધિકારી બિપિન પવારે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નીતિ-નિયમો અને પરિવહન સેવા દરમિયાન લેવાનારી કાળજીની આપેલી સમજ 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રદેશના પરિવહન સચિવ શ્રી મેકાલા ચૈતન્‍ય પ્રસાદ અનેશિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદના દિશા-નિર્દેશ હેઠળ દમણ પરિવહન વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા શાળા-કોલેજની પરિવહન સુવિધાની બાબતમાં વિદ્યાર્થીઓને જાણકારી આપી તેમનામાં જાગૃતિ પેદા કરવા માટે સરકારી એન્‍જિનિયરીંગ કોલેજ દમણમાં એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
રાષ્‍ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગના સૌજન્‍યથી જિલ્લા સ્‍તર ઉપર આયોજીત આ કાર્યશાળામાં વિદ્યાર્થીઓને સ્‍કૂલો દ્વારા પ્રદાન કરવાવાળી પરિવહન સુવિધાઓની બાબતમાં વિસ્‍તૃતથી જાણકારી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓના હિતો અને તેમની સુરક્ષાને ધ્‍યાનમાં રાખી આયોજીત કરાયેલ આ કાર્યશાળાના ઉદ્‌ઘાટન સત્રમાં પોતાના વિચાર વ્‍યક્‍ત કરતા ક્ષેત્રિય પરિવહન અધિકારી શ્રી બિપિન પવારે જણાવ્‍યું હતું કે, સુવિધાનો લાભ સાચા અર્થમાં ત્‍યારે જ ઉઠાવી શકાય છે જ્‍યારે આપણને તેની બાબતમાં પુરી જાણકારી હોય. તેથી આજે આયોજીત કાર્યશાળાનું તેમણે મહત્‍વ પણ સમજાવ્‍યું હતું.
ક્ષેત્રિય પરિવહન અધિકારી શ્રી બિપિન પવારે પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશનની સહાયતાથી વિદ્યાર્થીઓને સમજાવતા સ્‍કૂલ દ્વારા પરિવહનની જે સુવિધા આપવામાં આવી રહી છે તેનો દરેક વિદ્યાર્થીઓએ પુરી સતર્કતાથી લાભ ઉઠાવવા જણાવ્‍યું હતું. તેમણે સ્‍કૂલોને પણ તાકિદ કરી હતી કે તેમના દ્વારા પુરીપાડવામાં આવતી પરિવહનની સુવિધા નિયમ મુજબ રહે તેની તકેદારી રાખવામાં આવે. પરિવહન વાહનોમાં સાફ-સફાઈ, ડ્રાઈવરોને યોગ્‍ય માર્ગદર્શન, સમય સમય પર તેમની મેડિકલ તપાસ વગેરે ફરજીયાત રીતે કરાવવા પણ નિર્દેશ આપ્‍યો હતો.
આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલા પી.આઈ. શ્રી કે.બી.મહાજને પોતાના વિચારો રજૂ કરતા જણાવ્‍યું હતું કે, પોલીસ પ્રશાસન જનતાની ભલાઈ અને તેમની સુરક્ષા માટે છે. સ્‍કૂલના ડ્રાઈવરોની સાથે સાથે બાળકો પણ પરિવહન નિયમોનું પાલન કરી દેશના એક સારા નાગરિકનું કર્તવ્‍ય નિભાવે. તેમણે જણાવ્‍યું હતું કે જો આપણે પરિવહન નિયમોનું યોગ્‍ય રીતે પાલન કરીશું તો નિヘતિ રૂપથી સુરક્ષિત રહીશું.
આ કાર્યશાળામાં પોલીસ વિભાગ, પરિવહન વિભાગ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની સાથે સાથે મોટી સંખ્‍યામાં એન્‍જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દીવના પાંચ સ્‍થળો પર નગરપાલિકા દ્વારા પે એન્‍ડ પાર્કિંગ માટે હરાજી યોજાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવનો 39મો વાર્ષિકોત્‍સવની ભવ્‍ય ઉજવણી માટે તડામાર તૈયારી

vartmanpravah

મજીગામ હાઈવે પર ટ્રક ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું સ્‍થળ ઉપર મોત નીપજ્‍યું

vartmanpravah

વાપીની રોફેલ કોલેજ ખાતે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

હવે વલસાડ જિલ્લાની વિધાનસભા ચૂંટણી બાદ જાન્‍યુઆરીમાં યોજાનાર ત્રણ નગરપાલિકા ચૂંટણીનું રાજકારણ ગરમાશે

vartmanpravah

ડાહ્યાભાઈ પટેલ કોંગ્રેસના સાંસદ હોવા છતાં તેમણે એનડીએ સરકાર સાથે રાખેલા તાલમેલના કારણે દમણ-દીવના કામોને પણ મળેલી અગ્રતા

vartmanpravah

Leave a Comment