(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: ફૂટપાથ પર રહેતા આપણાં બાળકો સાથે દિવાળીના તહેવારની ખુશીઓ ફેલાવતી મુસ્કાન ટીમે આજે બાળકોને નવાં કપડાં, આઈસ્ક્રીમ અને બધાને દિલધડક ભોજન આપીને પૂરા ઉત્સાહ સાથે બાળકો સાથે ખુશીઓવહેંચી હતી. ઘરે લઈ જવા માટે મીઠાઈઓ અને નાસ્તા અને ઘણાં ફટાકડા પણ ફોડયા હતા.
આજે અમારા દાતાઓએ બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે આ દિવાળીની ખુશી ફેલાવવા માટે આર્થિક મદદ કરી છે.