Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડાની હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં આન બાન શાનથી સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

દમણવાડા ગ્રા.પં.ના સરપંચ મુકેશ ગોસાવીએ વિદ્યાર્થીઓને ભ્રષ્‍ટાચાર, ગંદકી, અસમાનતા તથા નિરક્ષરતા જેવી બદીમાંથી આઝાદ થવા કરેલી હાકલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: દમણવાડાની હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં 77મા સ્‍વાંત્ર્ય દિનની ઉજવણી આનંદ, ઉત્‍સાહ અને ઉલ્લાસથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાતફેરી કાઢી દેશભક્‍તિના નારા પણ લગાવવામાં આવ્‍યા હતા.
સ્‍વાતંત્ર્ય દિનના પ્રસંગેઆયોજીત સમારંભમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ તિરંગો લહેરાવી પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે, આઝાદીની લડત લડવાની આપણાંમાંથી કોઈને તક મળી નથી. તેથી આપણે હવે ભ્રષ્‍ટાચાર, ગંદકી, અસમાનતા તથા નિરક્ષરતા જેવી બદીમાંથી આઝાદ થવા લડત લડવાની છે. તેમણે વિદ્યાર્થીઓનો હોંશલો બુલંદ કરતાં જણાવ્‍યું હતું કે, સતત ત્રણ વર્ષથી આ શાળાનું પરિણામ જિલ્લા અને પ્રદેશમાં પ્રથમ આવી રહ્યું છે. તેથી અહીં શિક્ષણ સારૂં જ મળે છે એમાં કોઈ બેમત નથી. તેમણે ખાસ ભાર આપ્‍યો હતો કે, આ વર્ષે પણ ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓએ સારા માર્ક્‍સની સાથે પાસ થઈ શાળા અને પંચાયતનું નામ રોશન કરવાનું છે. તેમણે શાળાના આચાર્ય શ્રી હરેન્‍દ્ર પાઠકને ખાસ અભિનંદન આપતાં જણાવ્‍યું હતું કે, તમારા ટીમવર્કના કારણે આ પરિણામ શક્‍ય બની રહ્યું છે. આવતા દિવસોમાં દમણવાડા ગ્રામ પંચાયત તમારૂં અભિવાદન પણ કરવાની ઈચ્‍છા ધરાવે છે.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ સંઘપ્રદેશમાં પ્રધાનમંત્રીશ્રીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસકશ્રીના અથાક પ્રયાસોથી ઉચ્‍ચ શિક્ષણના ઉઘડેલા દ્વારનો લાભ લેવા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા.
બાળકો દ્વારા વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દમણવાડાહાયર સેકન્‍ડરી સ્‍કૂલના ઈન્‍ચાર્જ આચાર્ય શ્રી હરેન્‍દ્ર પાઠક અને ઉચ્‍ચ પ્રાથમિક વિભાગના ઈન્‍ચાર્જ આચાર્ય શ્રીમતી પિનલબેન પટેલના નેતૃત્‍વમાં તમામ શિક્ષકો અને સ્‍ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત તેમજ સેલ્‍યુટ તિરંગા (બેટી બચાવો, બેટી પઢાવો) ગુજરાત દ્વારા વાપી સલવાવ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓ ફિલ્‍મ મુવી ટ્રીપ યોજાઈ

vartmanpravah

ભાજપના નેતાઓએ ૪૦ કરોડનું જમીન કૌભાંડ આચર્યું  હોવાનો કોંગ્રેસનો આરોપ 

vartmanpravah

વાઈન શોપને પરમીશન મળી રહે એ માટે સેલવાસ-વાપી રોડ પર શિવજી મંદિરને હટાવી દેતા ધાર્મિક લાગણી દુભાતા દાનહ કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

સુરત જિલ્લાના કર્મવીર કેપ્‍ટન (ડૉ.) એ.ડી.માણેકે સર્જ્‍યો વિશ્વ વિક્રમ ‘‘વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડ્‍સ” લંડન-યુ.કે.માં કેપ્‍ટન ડૉ. એ.ડી.માણેક દ્વારા સ્‍થપાયેલ ધ સ્‍કાયલાઈન એવીએશન ક્‍લબને મળેલું સ્‍થાન

vartmanpravah

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા ‘આદિવાસી અધિકાર દિવસ’ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સુદઢ વહીવટ, પારદર્શી વહીવટ, ઝડપી વહીવટ અને સુશાસનનો પર્યાય એટલે સ્વાગત કાર્યક્રમ સ્વાગત કાર્યક્રમમાં હકીકતમાં પ્રજાની સમસ્યાનું સ્વાગત, ત્વરિત પ્રશ્નોનો ઉકેલ આવતા સુશાસનના દર્શન થયા

vartmanpravah

Leave a Comment