December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર ટ્રકનું ટાયર ફાટી જતા રેલીંગ તોડી ટ્રક સામેની ટ્રેક ઉપર પલટી ખાઈ ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડ ગુંદલાવ ચોકડી ઉપર આજે વહેલી સવારે વાપીથી સુરત તરફ જઈ રહેલીટ્રકનું અચાનક ટાયર ફાટી જતા ટ્રકે રેલીંગ તોડી સામેની ટ્રેક ઉપર જઈ પલટી મારી જતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો.
વલસાડ નેશનલ હાઈવે ગુંદલાવ ચોકડી નજીક આજે બુધવારે સવારે 6 વાગ્‍યાના સુમારે વાપીથી સુરત ટ્રક નં.ડીડી 01 એફ 9093 જઈ રહી હતી ત્‍યારે અચાનક ટ્રકનું ટાયર ફાટી જતા ટ્રક રેલીંગ તોડી બીજી તરફની લાઈન ઉપર પટકાઈ પલટી મારી ગઈ હતી. અકસ્‍માતમાં ડ્રાઈવર-ક્‍લિનરનો ચમત્‍કારિક બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા હાઈવે પોલીસ ઘટના સ્‍થળે પહોંચી હતી. ક્રેઈનની મદદથી ટ્રકને સાઈડીંગ કરી હતી તે દરમિયાન ત્રણ ચાર કિલોમીટર સુધી હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટ્રક ચાલકો નિયમ વિરૂધ્‍ધ પ્રથમ લાઈન ઉપર ટ્રકો ચલાવી અવારનવાર અકસ્‍માત સર્જી નિર્દોષોના જીવ લઈ રહ્યા છે છતાં હાઈવે પોલીસ પગલા ભરતા જોવા મળી નથી.

Related posts

ચીખલી તાલુકાના વંકાલ તેમજ મોગરાવાડી ગામોમાંથી બે સાપને પકડી સુરક્ષિત જંગલમાં છોડાયા

vartmanpravah

એસઆઈએના પ્રમુખ નિર્મલ દુધાનીએ સંભાળેલો વિધીવત ચાર્જ

vartmanpravah

દાનહના બેડપા સરકારી શાળાના બાળકોએ ખાનવેલ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

ધરમપુરના શીરીષપાડામાં પાણી વહેતા નાળા પરથી કાર સાથે ત્રણ તણાતા હજી લાપતા

vartmanpravah

દમણની સેલો કંપનીમાં ફરજ બજાવતા સિક્‍યુરીટી ગાર્ડ ઉપર અજાણ્‍યા ઈસમે કરેલું ફાયરિંગ

vartmanpravah

ગેસ ગળતરથી બે કામદારોના મોત પ્રકરણમાં વાપીની સરના કેમિકલ કંપનીને ક્લોઝર અને રૂા. પ૦ લાખનો દંડ

vartmanpravah

Leave a Comment