Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

આદિવાસી સંસ્‍કળતિને ઉજાગર કરતી દીપક ચોપડિયાનો આલ્‍બમ ઢંગી ખજુરી પાર્ટ ટુ-નું થનારું લોન્‍ચિંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.20: આદિવાસીઓમાં રહેલી સાહસિકતા, પરિશ્રમ કરવાની માનસિકતા અને કુદરત પ્રત્‍યેનો પ્રેમ તેમજ પરિવાર ભાવના જેવી મહાન સંસ્‍કળતિ ઉજાગર કરતા આદિવાસી ભાષામાં તૈયાર કરેલા લોકગીતોનું આલ્‍બમ આવતીકાલે લોન્‍ચ થવા જઈ રહ્યું છે. ઉમરગામ તાલુકાના લોકપ્રિય આદિવાસી આર્ટિસ્‍ટ શ્રી દીપકભાઈ ચોપડીયાના કંઠસ્‍થે ગવાયેલા લોકગીતો આદિવાસીઓમાં ખૂબ જ વખણાયેલા છે. આ અગાઉ ઢંગી ખજુરી પાર્ટ વન આલ્‍બમના આદિવાસી લોક ગીતો સામાજિક લગ્ન પ્રસંગોમાં ભારે ધૂમ મચાવી હતી. આવતીકાલે ઢંગી ખજુરી પાર્ટ-ટુ નું લોચિંગ માટે ભીલાડ પોલીસ મથકની પાછળના ક્રિકેટ મેદાનમાં સાંજના પાંચ કલાકે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં પૂર્વ મંત્રી અને ઉમરગામ ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, ધરમપુર ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઈ પટેલ, રીટાયર્ડ કલેકટર શ્રી એલ. સી. પટેલ, રિટાયર્ડ કલેક્‍ટર શ્રી આર. જે. પટેલ, પૂર્વ ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી અરવિંદભાઈ પટેલ, ધોડિયા સમાજ ડો. એસોસિએશન (ગુજરાત દમણ અને દાનહ)ના પ્રમુખ શ્રી ડો. પ્રદીપ ગરાસીયા સહિત મોટીસંખ્‍યામાં આદિવાસી ઉપસ્‍થિત રહેશે એવું જાણવા મળી રહ્યું છે.

Related posts

ચીખલી તાલુકામાં અને ઉપરવાસમાં મૂશળધાર વરસાદને પગલે કાવેરી, અંબિકા, ખરેરા સહિતની લોકમાતાઓમાં ઘોડાપૂર

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન સાચા અર્થમાં બનેલું 3D

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશને આદિવાસીઓનું ચક્કાજામ

vartmanpravah

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈઃ

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના કડૈયા મંડળમાં બૂથ સશક્‍તિકરણના સંદર્ભમાં યોજાયેલી બેઠક

vartmanpravah

કપરાડા તાલુકામાં રૂા. 1.2પ કરોડના ખર્ચે આકાર લઈ રહેલી અદ્યતન લાઈબ્રેરી ટૂંકા દિવસોમાં ખુલ્લી મુકાશે

vartmanpravah

Leave a Comment