April 26, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

આમ આદમી પાર્ટી પોતાના વધુ 20 મજબૂત ઉમેદવારોની ઘોષણા કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.20
આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી લોકોની પહેલી પસંદ બની ગઈ છે અને આમ આદમી પાર્ટી પણ દિવસ-રાત મહેનત કરીને પ્રજાના મુદ્દાને ચર્ચાના મુખ્‍ય મુદ્દા બનાવી રહી છે. ગુજરાતમાં જ્‍યારથી આમ આદમી પાર્ટીસક્રિય થઈ છે ત્‍યારથી એક નવા જ પ્રકારની રાજનીતિની શરૂઆત થઈ છે. આમ આદમી પાર્ટી ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં પણ બાકી બધા કરતા અલગ સાબિત થઈ છે. ચૂંટણીના બે મહિના બાકી છે તો પણ ચૂંટણીની તારીખ જાહેર થાય એની રાહ જોયા વગર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઘોષિત કર્યા છે. કારણકે ઉમેદવારો અને પ્રજા વચ્‍ચે વધુ સમય સુધી સંવાદ થઈ શકે અને તેઓ વચ્‍ચે એક સારો સંબંધ સ્‍થાપિત થાય. આજે અમને જણાવતા ખુશી થઈ રહી છે કે આમ આદમી પાર્ટી પોતાના વધુ 20 મજબૂત ઉમેદવારોની ઘોષણા કરી રહી છે. અને અમને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીના દરેકે દરેક ઉમેદવારો જનતાના મુદ્દાઓને લઈને હંમેશા પોતાનો અવાજ ઉઠાવતા રહેશે. આવા મજબૂત 20 ઉમેદવારોના નામ નીચે મુજબ છે.
(1) રાપર વિધાનસભાથી અંબાલાલ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.
(2) વડગામ વિધાનસભાથી દલપત ભાટિયાને ઉમેદવાર બનાવવામાં આવે છે.
(3) મહેસાણા વિધાનસભાથી ભગત પટેલને ઉમેદવાર બનાવવામાં આવે છે.
(4) વિજાપુર સીટથી ચિરાગભાઈ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.
(5) ભિલોડા સીટ પરથી રૂપસિંહ ભગોડાને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર બનાવે છે.
(6) બાયડ વિધાનસભા પરથી ચુનીલાલ પટેલને ઉમેદવાર ઘોષિત કરવામાંઆવે છે.
(7) પ્રાંતિજ વિધાનસભાથી અલ્‍પેશ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.
(8) ઘાટલોડિયા વિધાનસભા પરથી વિજય પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.
(9) જુનાગઢ વિધાનસભા પરથી ચેતન ગજેરાને ઉમેદવાર બનાવવામાં આવે છે.
(10) વિસાવદર વિધાનસભાથી ભુપત ભયાણીને ઉમેદવાર બનાવવામાં આવે છે.
(11) બોરસદ વિધાનસભા પરથી મનીષ પટેલને ઉમેદવાર તરીકે નક્કી કરવામાં આવે છે.
(12) અંકલાવ વિધાનસભાથી ગજેન્‍દ્રસિંહને ઉમેદવાર બનાવવામાં આવે છે.
(13) ઉમરેઠ વિધાનસભાથી અમરીશભાઈ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.
(14) કપડવંજ વિધાનસભાથી મનુભાઈ પટેલને ઉમેદવાર બનાવવામાં આવે છે.
(15) સંતરામપુર વિધાનસભાથી પર્વત વાઘોડિયા ફૌજીને ઉમેદવાર ઘોષિત કરવામાં આવે છે.
(16) દાહોદ વિધાનસભા પરથી -ો.દિનેશ મુનિયાને ઉમેદવાર બનાવવામાં આવે છે.
(17) માંજલપુર વિધાનસભાથી વિરલ પંચાલને ઉમેદવાર બનાવવામાં આવે છે.
(18) સુરત ઉત્તર વિધાનસભા સીટ પરથી મહેન્‍દ્ર નાવડીયાને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.
(19) ડાંગ વિધાનસભાથી એડવોકેટ સુનીલ ગામીતને ઉમેદવાર બનાવવામાં આવે છે.
(20) વલસાડ વિધાનસભાથી રાજુ મરચાને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.
આ તમામ ઉમેદવારોને આમ આદમીપાર્ટી શુભેચ્‍છાઓ પાઠવે છે. અમને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીના અત્‍યાર સુધી જાહેર થયેલા તમામ ઉમેદવારો પ્રજાની આશા પર ખરા ઉતરશે અને ભાજપને સત્તામાંથી બહાર કરીને જનતાનું શાસન સ્‍થાપિત કરવામાં મહત્‍વનો ભાગ ભજવશે.

Related posts

વાપી-વલસાડમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી પ્રદર્શન રેલી યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા હોમગાર્ડઝ દળનું ગૌરવ

vartmanpravah

ડોક્‍ટરના પ્રિસ્‍ક્રિપ્‍શન વગર દવા અપાતા દાનહનામસાટની દુકાન સીલ

vartmanpravah

એસ.પી. રાજેન્‍દ્ર પ્રસાદ મીણાની અધ્‍યક્ષતામાં દાનહ પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે જ્‍વેલર્સના વેપારીઓ સાથે અવૈધ ગતિવિધિઓથી સાવધ રહેવા બેઠકનું કરાયેલું આયોજન

vartmanpravah

ખાનવેલ ખોરીપાડા રોડનું સ્‍થાનિક યુવાનોએ જાતે જ રીપેરીંગ કર્યું

vartmanpravah

દાનહ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અને સ્‍વચ્‍છ ભારત મિશન (ગ્રામિણ) યોજના 31મી ડિસે.સુધી પૂર્ણ કરવા પ્રશાસનની કવાયત

vartmanpravah

Leave a Comment