October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી ભીમપોર કેસર ઈન્‍ડસ્‍ટ્રીઝ પાસેની અજય ભુલા પટેલની ચાલમાં યોજાયેલી કાનૂની જાગૃતતા શિબિર

કામના સ્‍થળોએ મહિલાઓની થતી જાતિય સતામણી અંગે કાનૂની જાગૃતિ બાબતે સિનિયર એડવોકેટ એસ.એસ.મોડાસિયાએ ઉપસ્‍થિત લોકોને આપેલી સમજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસોસિએશનના સહયોગથી ભીમપોરસ્‍થિત કેસર ઈન્‍ડસ્‍ટ્રીઝ પાસેની અજય ભુલા પટેલની ચાલમાં ગત રવિવારે સવારે 10:30 કલાકે કાનૂની જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે જ્‍યુડિશિયલ સિવિલ જજ અને જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ, દમણના શ્રી જે.જે. ઈનામદારે મહિલાઓ સામેના ગુના માટે કાયદાકીય જાગૃતિ બાબતે સુંદર માહિતી આપી હતી. દમણના સિનિયર ખ્‍યાતનામ એડવોકેટ શ્રી એસ.એસ.મોડાસિયાએ કામના સ્‍થળે મહિલાઓની થતી જાતિય સતામણી અંગે જાગૃતિ હેતુ ઉપસ્‍થિતોને ખુબ જ રસપ્રદ શૈલીમાં જાણકારી આપી હતી.
પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર શ્રી સોહિલ જીવાણીએ પણ પોક્‍સો એક્‍ટ અંગે કાનૂની જાગૃતતા બાબતે સમજણ આપી હતી. આ કાનૂની જાગૃતિ શિબિરમાં ખુબ જ મોટી સંખ્‍યામાં ઈન્‍ડસ્‍ટ્રીઝોમાં કામ કરતા અને ચાલીઓ તથા આજુબાજુના વિસ્‍તારમાં રહેતા નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ કાનૂની જાગૃતતા કાર્યક્રમ શરૂઆતમાં એવોકેટ શ્રીમતી અલ્‍પા મોદીએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન અને આભાર વિધિ પણ એડવોકેટ શ્રીમતી અલ્‍પા મોદીએ આટોપી હતી.

Related posts

વાસ્‍મોના કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈ કેબિનેટ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

અંબાચમાં કોલક નદીના પટમાં ચાલતી ક્‍વોરીની પરવાનગી રદ્દ કરવા માટે આદિવાસી અગ્રણીઓએ પારડીમાં રેલી કાઢી

vartmanpravah

હોકીના મહાનખેલાડી મેજર ધ્‍યાનચંદની જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં ‘રાષ્‍ટ્રીય રમત-ગમત દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

નાની દમણ કોલેજ રોડ ઉપર થયેલ મારામારીના ગુનાના આરોપીઓને તા. ૨૧ સપ્ટે. સુધીના પોલીસ રિમાન્ડ

vartmanpravah

વાપી વીઆઈએથી ચણોદ આર.સી.સી. રોડની કામગીરી શરૂ થતાં ટ્રાફિક સમસ્‍યા બમણી બની

vartmanpravah

વલસાડમાં ડેંગ્‍યુની બિમારીથી યુવતિએ જીવ ગુમાવ્‍યો

vartmanpravah

Leave a Comment