(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.20: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા સ્થિત મીઠીવાડીના એક ઘરના રસોઈ ઘરમાં અચાનક જ 12:30 કલાકે આગ ભભુકી ઉઠી હતી. રસોઈ ઘરમાં પલંગ પર સૂતેલા જગાભાઈ રસોઈ ઘર નજીક અગાસીમાંથી કૂદી પોતાનો જીવ બચાવ્યો હતો. આગ ભભૂકતા જ આસપાસના લોકો એકઠા થઈને આગને બૂઝાવી હતી. સ્થાનિકોની સૂઝબૂઝથી સમયસર ગેસની બોટલને બહાર કાઢી લેવામાં આવ્યો જેથી મોટી ઘટના ટળી હતી. અચાનક આગ લાગતાં તેમાં ભરેલો આખા વર્ષનું અનાજ, ઝાળ, રેફ્રીઝરેટર, પલંગ, ઘોડીયુ જેવી અનેક ચીજ વસ્તુ વગેરે બળીને ખાખ થઈ ગઈ હતી. જગાભાઈ અહી ભાડે રહે છે. આગ લાગતાં તેમને લાખોનું નુકસાન થયું હતું. તે માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓના નુકશાનની ભરપાઈ થાય તે માટે તેઓએ પ્રશાસન પાસે મદદની ગુહાર લગાવી છે.