October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઓનલાઈન જુગારમાં રૂપિયા હારી ગયો હોવાની કબૂલાત કરતો અવધ ઉટોપિયાનો સંકેત મહેતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.23: પારડીના ટૂકવાડા ખાતે પ્રખ્‍યાત એવા અવધ ઉટોપિયા ક્‍લબમાં સેલ્‍સ એક્‍ઝિકયુટિવ તરીકે ફરજ બજાવતા સંકેત દિનેશભાઈ મહેતા વિરુદ્ધ 40 લાખ જેટલી માતબર રકમની છેતરપિંડી, વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાતા પારડી પોલીસે અગાઉથી જ સબ જેલમાં સજા ભોગવતા સંકેતને પારડી ખાતે લઈ આવી કોર્ટમાં રજૂ કરતા પારડી કોર્ટે તેને એક દિવસના રિમાન્‍ડ આપ્‍યા હતા. આ રિમાન્‍ડ દરમિયાન પૂછપરછમાં તેણે આ રૂપિયા વેલકમ 11 નામની ઓનલાઈનરમાતી એપમાં જુગાર રમી શરૂઆતમાં જીત મેળવતા વધુ જીતવાની લાલચે 40 લાખ રૂપિયા હારી ગયો હોવાનું પારડી પોલીસ સમક્ષ કબૂલ્‍યું હતું.
આ રીતે ઓન લાઈન એપની લત લગાવી જુગારમાં રૂપિયા હારી જઈ જેલમાં જવાનો સમય આવતા લોકો માટે એક દૃષ્ટાંત રૂપ દાખલો બેસે છે. મોબાઈલમાં આવી અનેક લોભામણી એપો શરૂઆતમાં તમને જીતનો સ્‍વાદ ચખાડી વધુ રમવા માટે આક્રશે છે તો આવી એપના ચક્કરમાં પડવું નહીં, નહીતો સંકેત મહેતાની જેમ નોકરી, પૈસા, ઈજ્જત સર્વસ્‍વ ગુમાવી જેલની હવા ખાવાનો સમય આવશે.

Related posts

માતો ઠપકો આપતા વાપી નૂતનનગર મુરલીધર સોસાયટીમાં રહેતો 15 વર્ષિય કિશોર ઘરેથી ચાલી ગયો

vartmanpravah

ગુજરાત સ્‍થાપના દિને ધરમપુરની પ્રજાને ભેટઃ પાંચ નવી નક્કોર એસ.ટી. બસોનું લોકાર્પણ

vartmanpravah

દાનહમાં મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠન દ્વારા એમ્‍બ્‍યુલન્‍સ સેવા શરૂ કરાઈ

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી અને રોટરી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રોટરી હરીયા હોસ્‍પિટલ ખાતે 76મા સ્‍વાતંત્ર્ય દિનની માન પૂર્વક કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

ધરમપુર હાઈવે ચોકડી પરથી દારૂના જથ્‍થા સાથે ત્રણ વિદેશી ઝડપાયા

vartmanpravah

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે વર્લ્‍ડ ફૂડ સેફટી ડે ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment