January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશવલસાડવાપી

પ્રધાનમંત્રીનરેન્‍દ્રભાઈ મોદીને આવકારવા દમણમાં યોજાયો અભૂતપૂર્વ રોડ શો

પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શનમાં પ્રદેશ સચિવ જીજ્ઞેશ પટેલ, પ્રદેશ માઈનોરીટિ મોર્ચાના અધ્‍યક્ષ શૌકત મીઠાણી, પ્રદેશ ઓબીસી મોર્ચાના પ્રમુખ હરિશભાઈ પટેલ સહિત તમામ હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એકત્ર કરેલી મોટી ભીડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણથી વાપી સુધીની રોડ માર્ગની યાત્રા દરમિયાન તેમના ઋણને અદા કરવા અને યાદગાર બનાવવા આજે દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શન હેઠળ ભાજપના તમામ હોદ્દેદારો, કાર્યકરો, નગરપાલિકાના કાઉન્‍સિલરો, જિલ્લા પંચાયતના સભ્‍યો તથા વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચોએ પણ તનતોડ મહેનત કરી આજના કાર્યક્રમને ગ્રાન્‍ડ સફળ બનાવ્‍યો હતો.
આજે પ્રદેશ ભાજપ મંત્રી શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, ઓબીસી મોર્ચાના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલ, પ્રદેશ માઈનોરિટી મોર્ચાના પ્રમુખ શ્રી શૌકતભાઈ મીઠાણી, શ્રી મુકેશભાઈ મશાલચોક સહિત તમામ હોદ્દેદારોના પ્રયાસથી રોડ શો દરમિયાન ખુબ મોટી સંખ્‍યામાં ભીડ એકત્ર થઈ હતી.

Related posts

રશિયા-યુક્રેન વચ્‍ચે યુદ્ધના કારણે કેમિકલ ઉદ્યોગ જગતની માયાનગરી ચીખલી વિસ્‍તારમાં પણ ઘેરાયા સંકટના વાદળ

vartmanpravah

મુંબઈની તાજ આર્ટ ગેલેરીમાં વાપીના જાણીતા ચિત્રકાર જાગૃતિ કાતરીયાની કૃતિઓ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં આકર્ષક રહી

vartmanpravah

બલવાડા નેશનલ હાઈવે ઓવરબ્રિજ પાસે હાઈવે ઓથોરિટીની બેદરકારીથી અવાર નવાર સર્જાઈ રહેલા અકસ્‍માતો

vartmanpravah

વલસાડપારડીમાં પા પા પગલી પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથે સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શરૂઆતમાં પોર્ટુગીઝ સરકારે પેશવા સરકાર દ્વારા નિમાયેલા દલાલો મારફતે જ કર વસૂલાત ચાલુ રાખી હતી

vartmanpravah

વલસાડ જિલ્લાનો વરસાદ

vartmanpravah

Leave a Comment