October 21, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ના ઉપલક્ષમાં દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટના નવા રન-વે ઉપર યોજાયો યોગ કાર્યક્રમ

‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના ઉપલક્ષ્યમાં આયુષ મંત્રાલય દ્વારા દેશમાં
100 દિવસ, 100 શહેર અને 100 સંસ્‍થાનમાં કોસ્‍ટગાર્ડ એરપોર્ટ નાની
દમણની પણ કરાયેલી પસંદગી

દમણ સહિત વાપી-વલસાડના યોગરસિકોએ લીધેલો ભાગઃ વિમાન- હેલિકોપ્‍ટર સાથે સેલ્‍ફીનો માણેલો આનંદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16: ઇન્‍ડિયન કોસ્‍ટ ગાર્ડ એરપોર્ટ દમણ ખાતે યોગ મહોત્‍સવ-2024 અંતર્ગત ‘ધ્‍યાનયોગ’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. એર સ્‍ટેશન પર નવા બનેલા 1035 મીટર લાંબા રન-વે પર યોજાયેલ આ કાર્યક્રમમાં દમણ, વાપી, વલસાડ સહિતના 4,500 જેટલા લોકો ઉપસ્‍થિત રહ્યા હતાં જેઓએ યોગની સાથે સાથે કોસ્‍ટગાર્ડના વિમાન, હેલિકોપ્‍ટરને નજીકથી નિહાળી તેને યાદગાર સંભારણા રૂપે મોબાઈલના કેમેરામાં સેલ્‍ફી લઈ આનંદ અનુભવ્‍યો હતો.
આજે દમણ સહિત વાપી અને વલસાડના લોકો માટે રવિવારની સવાર શુભ સવાર બની હતી. કારણ કે, રવિવારે દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટના રન-વે ઉપર યોગ અને ધ્‍યાનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જ્‍યાં તમામે યોગના વિવિધ આસનો ક્રરી આરોગ્‍ય કેળવ્‍યું હતું. તો, એ સાથેકોસ્‍ટગાર્ડના વિમાન અને હેલિકોપ્‍ટરને નજીકથી નિહાળવાનો અવસર મેળવ્‍યો હતો.
‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના ઉપલક્ષ્યમાં આયુષ મંત્રાલય દ્વારા દેશમાં 100 દિવસ, 100 શહેર અને 100 સંસ્‍થાનમાં કોસ્‍ટગાર્ડ એરપોર્ટ નાની દમણની પણ પસંદગી કરવામાં આવી છે. જે અનુસંધાને 16મી જૂન 2024ના દમણ એરપોર્ટ પર યોગ અને ધ્‍યાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે અંગે કોસ્‍ટ ગાર્ડ દમણના કમાન્‍ડન્‍ટ શ્રી ડી.આઈ.જી સુદ્ધાંશું વાજપેયીએ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, દમણ એર સ્‍ટેશન પર હાલમાં નવો રન વે બનાવવામાં આવ્‍યો છે. આ રન વે પર આગામી દિવસમાં રિજનલ કનેક્‍ટિવિટી સાથે શિડયુલ સિવિલ ફલાઈટ શરૂ થવાની છે. જેની શુભ શરૂઆત પહેલા યોગનો કાર્યક્રમ યોજી શુભ કાર્ય કરવામાં આવ્‍યું હતું. આ રનવેની લંબાઈ 1035 મીટર છે.
યોગ માટે વહેલી સવારે 6 વાગ્‍યે દમણ અને વલસાડ જિલ્લાના યોગ શોખીનો ઉપસ્‍થિત રહ્યા હતાં. જેઓએ જણાવ્‍યું હતું કે, યોગ દરેકના જીવનમાં મહત્‍વપૂર્ણ છે. દરેકે યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ જેનાથી આરોગ્‍ય સારું રહે છે. કોસ્‍ટ ગાર્ડ દ્વારા કરેલા આયોજનમાં રન વે પર આવીને યોગ કરવાની તક મળી છે. જે યાદગાર સંભારણું બન્‍યું છે.
રન વે પર યોગ કરવા વડીલો સાથે આવેલા યુવાનો, બાળકોએ પણ આ યોગકાર્યક્રમમાં ઉત્‍સાહભેર ભાગ લઈ યોગ કર્યા હતાં. જેઓએ આનંદની લાગણી અનુભવતા જણાવ્‍યું હતું કે, વર્ષોથી અહીં રહીએ છીએ પરંતુ કોસ્‍ટગાર્ડના રન વે પર આવવાની તક મળી નહોતી. પરંતુ આજે યોગના કાર્યક્રમ સાથે આ તક મળી છે. એટલે યોગ કરવા સાથે અહીં કોસ્‍ટગાર્ડના પ્‍લેન અને હેલિકોપ્‍ટર નિહાળ્‍યા તેની સાથે સેલ્‍ફી લીધી છે. જે તેમના સોશિયલ મીડિયા હેન્‍ડલના સ્‍ટેટસમાં મુકશે. આ તક પુરી પાડવા બદલ કોસ્‍ટગાર્ડ દમણનો આભાર માન્‍યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જ્‍યારથી યોગને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. ત્‍યારથી દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટ પર પણ આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજના યોગ અને ધ્‍યાન કાર્યક્રમમાં કૈવલ્‍ય ધામ અને આર્ટ ઓફ લિવિંગનો સહયોગ પ્રાપ્ત થયો હતો. જેમાં યોગ બાદ આર્ટ ઓફ લિવિંગનો આનંદ ઉઠાવી મન પ્રફુલ્લિત કરતા નૃત્‍યની પણ મોજ લીધી હતી.

Related posts

પારડીમાં અમૃત કળશ યાત્રાની શોભાયાત્રા નીકળી: કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈએ લીલી ઝંડી બતાવી શોભા યાત્રા રવાના કરી પોતે પણ જોડાયા

vartmanpravah

વાપી કરવડમાં નવનિર્માણ થતી પ્‍લાસ્‍ટીક કંપનીમાં આગ લાગી : લાખોના મશીન-સરસામાન ખાખ

vartmanpravah

ચીખલી સહિત નવસારી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે શાળાઓમાં જ મધ્‍યાહ્‌ન ભોજન બનાવવામાં આવે એ માટેની ઉગ્ર માંગ

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત અને એલર્ટના કારણે જિલ્લામાં નવરાત્રી મહોત્‍સવ શાંતિપૂર્વક પૂર્ણ થયો

vartmanpravah

ડીપીએલમાં શિવશક્‍તિ લાયન્‍સ ટીમનામાલિક અને સોમનાથ-એના જિ.પં.સભ્‍ય રીનાબેન હરીશભાઈ પટેલે ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનાર ખેલાડીને સ્‍પ્‍લેન્‍ડર બાઈકનો આપેલો પુરસ્‍કાર

vartmanpravah

દમણ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપે આન બાન અને શાનથી 62મા મુક્‍તિ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment