December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતુલ હાઈવે સેકન્‍ડ ગેટ સામે વેસ્‍ટ કચરાની આડમાં રૂા.3.54 લાખનો દારૂ જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

ટેમ્‍પો ચાલકવિરેન્‍દ્ર યાદવની ધરપકડ : પોલીસે ટેમ્‍પા સાથે રૂા.11.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: અતુલ સેકન્‍ડ ગેટ હાઈવે ઉપરથી વલસાડ રૂરલ પોલીસ પેપર વેસ્‍ટ કચરાની આડમાં છુપાવેલ રૂા.3.54 લાખનો દારૂ જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપી પાડયો હતો. ટેમ્‍પો ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
વલસાડ રૂરલ પોલીસ અતુલ હાઈવે ઉપર પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે દમણથી દારૂનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો નિકળવાનો છે તે મુજબ પોલીસે બાતમી વાળો ટેમ્‍પો નં.યુપી 32 આરએન 5714 આવતા અટકાવી ચેકિંગ કર્યું હતું. ટેમ્‍પોમાં પેપર વેસ્‍ટની આડમાં છુપાવેલ 5724 દારૂ બોટલનો જથ્‍થો મળી આવ્‍યો હતો. પોલીસે ટેમ્‍પો ચાલક મૂળ યુપી વિરેન્‍દ્ર સુરેન્‍દ્ર પાલની ધરપકડ કરી હતી. દારૂનો જથ્‍થો, એક મોબાઈલ કિંમત રૂા.10 હજાર, ટેમ્‍પો કિંમત રૂા.8 લાખ મળી કુલ રૂા.11.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂ ભરાવનાર અને લેનારને પોલીસે વોન્‍ટેડ જાહેર કર્યા હતા.

Related posts

ચીખલીમાં રાત્રીના સમયે થયેલ યુવાનની હત્‍યામાં ગણતરીના કલાકોમાં પોલીસે 3 આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

ખડકીમાં એકલવાયું જીવન જીવતા પતિએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

vartmanpravah

સંઘપ્રદેશમાં સ્‍વચ્‍છતા માટે આદતો બદલવાના આંદોલનનું ફૂંકાયેલું રણશિંગુ

vartmanpravah

વલસાડ-ડાંગ વિધાનસભા મત વિસ્‍તારોમાં પુરૂષની તુલનાએ મહિલા મતદારોનું પ્રમાણ વધ્‍યું, ધરમપુર-વાંસદા બેઠક પર મહિલાઓ આગળ

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ સ્‍થળો પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અંતર્ગત સફાઈ અભિયાન હાથધરાયું

vartmanpravah

વાપી છીરીમાં યુવતિએ ઓનલાઈન પાર્સલ મંગાવ્‍યુ અને બેંક ખાતામાંથી 99 હજાર ઉપડી ગયા

vartmanpravah

Leave a Comment