October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કોપરલી રોડ ઈસ્‍કોન મંદિર પાસે રોડ ઉપર રાતોરાત બમ્‍પર બનાવી દેતા ત્રિપલ અકસ્‍માત સર્જાયો

દિલ્‍હી પલ્‍બીક સ્‍કૂલના કહેવાથી બનાવેલ બમ્‍પર :
ગ્રામજનોમાં રોષ, બમ્‍પર તોડવાની તજવીજ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી કોપરલી રોડ ઈસ્‍કોન મંદિર નજીક દિલ્‍હી પલ્‍બીક સ્‍કૂલ સામે રાતોરાત મહાકાય બમ્‍પર બનાવી દેવામાં આવ્‍યો છે. મંગળવારે સાંજના મારૂતિ વેન બમ્‍પર કુદતા ચાલકે સ્‍ટેયરીંગ ઉપરથી કાબુગુમાવતા વેન એક એક્‍ટીવા અને મોટર સાયકલ વચ્‍ચે ટ્રિપલ અકસ્‍મતા સર્જાયો હતો.
વાપી કોપરલી રોડ ઉપર આવેલ દિલ્‍હી પલ્‍બીક સ્‍કૂલ સામે રાતોરાત મહાકાય બમ્‍પર બનાવી દેવામાં આવ્‍યો છે. રાતોરાત બનાવાયેલા બમ્‍પર નિયમબધ્‍ધ નહી હોવાથી અકસ્‍માત સર્જી શકે તેવી સ્‍થિતિ છે અને મંગળવારે જે દહેશત હતી તેવી ઘટના ઘટી હતી. મારૂતિવેન નં.જીજે 15 સીએફ 1321 ના ચાલકે બમ્‍પર ન જોઈ ગાડીના સ્‍ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેથી આગળ જતા એક એક્‍ટીવા અને મોટરસાયકલ સાથે વેન ભટકાતા ત્રિપલ અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં બન્ને ટુવ્‍હિલર ચાલકો ઘાયલ થયા હતા. તેમને વાપી હરિયા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. અકસ્‍માત બાદ ગ્રામજનોમાં રોષ ફાટી નિકળ્‍યો હતો. તેમના કહેવા મુજબ દિલ્‍હી પલ્‍બીક સ્‍કૂલે આ બમ્‍પર બનાવી દીધો છે. જે નિયમબધ્‍ધ પણ નથી તેથી તુરત બમ્‍પર તોડવાની કામગીરી ગ્રામજનોએ હાથ ધરી હતી. ભવિષ્‍યમાં બમ્‍પરને લઈ વધુ અકસ્‍માત ના સર્જાય તે માટે ગ્રામજનોએ પગલું ભર્યું છે.

Related posts

વાંસદા માર્ગ ઉપર હ્યુન્‍ડાઈ કાર અને મારુતિ કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

દાનહની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

vartmanpravah

આજે મોટી દમણના ભીતવાડી સમુદ્ર કિનારે યોજાશે શિવ સિન્‍ધુ મહોત્‍સવ

vartmanpravah

નવસારી જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરના અધ્‍યક્ષસ્‍થાને ગરીબ કલ્‍યાણ મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ

vartmanpravah

આજે વાપીમાં વિશ્વ યોગા દિવસની ઠેર ઠેર ઉજવણી થશે

vartmanpravah

ઉમરગામ પાલિકાની આજરોજ મળેલી સામાન્‍ય સભામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો અગ્રેસર

vartmanpravah

Leave a Comment