Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બલવાડા હાઈવે ઓવરબ્રિજ પાસે રીફલેક્‍ટર અને અંધકારના પગલે એક જ અઠવાડિયામાં બીજો અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: વલસાડ-નવસારી નેશનલ હાઈવે પર બલવાડા સ્‍થિત ઓવરબ્રિજની શરૂઆતમાં તીવ્ર વળાક છે. બીજી તરફ ઓવરબ્રિજની શરૂઆતના છેડા પર રીફલેક્‍ટર જેવી સામાન્‍ય વ્‍યવસ્‍થા હાલે નથી. આ ઉપરાંત લાઈટની પણ વ્‍યવસ્‍થા ન હોવાથી રાત પડતા જ અંધકાર છવાઈ જતો હોય છે. ઉપરાંત સ્‍થિતિમાં પુરપાટ ઝડપે આવતા વાહનોના ચાલકોને ઘણીવાર પોતાના વાહન પર કાબૂ રાખવાનું મુશ્‍કેલ બની જતું હોય છે.
બલવાડા નેશનલ હાઇવેના ઓવરબ્રિજ પાસે 30-નવેમ્‍બરના રોજ એક ઈનોવા કાર પલટીને સર્વિસ રોડ પર પડતા એક મહિલાનું મોત નીપજ્‍યું હતું. આ બનાવના અઠવાડિયામાં જ આજ સ્‍થળે ગત રાત્રે સુરત તરફ જઈ રહેલ કાર નંબર એચપી-17-જી-0145ના ચાલકે કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાતા કારને વ્‍યાપક નુકસાન થવા સાથે કારમાં સવારોને પણ ઇજા થતાં સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્‍યું હતું.
જોકે આ લખાય ત્‍યાં સુધી પોલીસ ચોપડે કોઈ ગુનો નોંધાયો ન હતો. પરંતુ હાઇવે ઓથોરિટીના બેદરકારી ભર્યા વહીવટમાં એક જ અઠવાડિયામાં અકસ્‍માતની બીજીઘટના બનતા સ્‍થાનિકોમાં પણ ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્‍યો હતો. બલવાડા હાઈવે ઓવર બ્રિજ પાસે હાઈવે ઓથોરિટી દ્વારા લોકોની સલામતી અંગે ગંભીરતા દાખવી જરૂરી રિફલેકટર અને લાઇટની વ્‍યવસ્‍થા કરવા હજુ પણ મુહૂર્ત શોધશે કે પછી વ્‍યવસ્‍થા કરાશે તે જોવું રહ્યું.

Related posts

સંઘપ્રદેશમાં ભાજપ કોંગ્રેસ શિવસેના કે અપક્ષો સહિત તમામ રાજકીય-જૂથો પાસે નથી કોઈ એજન્‍ડા કે વિકાસની દીર્ઘદૃષ્‍ટિ

vartmanpravah

દાનહના નરોલીથી દિવ્‍યાબેન યોગેન્‍દ્રસિંહ ચૌહાણ ગુમ થયેલ છે

vartmanpravah

નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રામ્‍ય કક્ષાનો પ્રવાસ કરી લોકોના પ્રશ્નો જાણવાનો પ્રયાસો હાથ ધરાયો

vartmanpravah

લક્ષદ્વીપના જિલ્લા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લા પંચાયતની લીધેલી મુલાકાત પેટાઃ બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિકાસની થયેલી ચર્ચાઃ મોદી સરકારના આગમન બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો દરેક ક્ષેત્રે થયેલો અકલ્‍પનીય વિકાસ પેટાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા હોવાનું લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળનું મંતવ્‍ય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણની મુલાકાત લીધી હતી અને સાંજે દમણ જિલ્લા પંચાયત ખાતે સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યો સાથે વિચારોનું આદાન-પ્રદાન પણ કરાયું હતું. દમણ જિલ્લા પંચાયત ખાતે લક્ષદ્વીપ અને દમણના જિલ્લા પંચાયત તથા સરપંચો સાથે આયોજીત બેઠકનું નેતૃત્‍વ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે કર્યું હતું. દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે લક્ષદ્વીપના પ્રમુખ અને ચીફ કાઉન્‍સેલર શ્રી હસન બોડુમુકાગોથી સહિત અન્‍ય 19 સભ્‍યોનું અભિવાદન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના થયેલા સર્વાંગીવિકાસની ઝલક પ્રસ્‍તુત કરી હતી. તેમણે દમણના થયેલા પ્રવાસન અને શૈક્ષણિક વિકાસની પણ ગાથા જણાવી હતી. આ પ્રસંગે દમણના વિવિધ સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યોએ પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવના થયેલા સર્વાંગી વિકાસ પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પરિશ્રમ અને તેમની દીર્ઘદૃષ્‍ટિને શ્રેય આપ્‍યો હતો. સભ્‍યોએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, જ્‍યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રદેશના વિકાસની બ્‍લ્‍યુપ્રિન્‍ટ બતાવતા હતા ત્‍યારે કોઈને કલ્‍પના પણ નહીં હતી કે, આવા ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર, પ્રવાસન ઉદ્યોગ, મચ્‍છીમારી, ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રે સુપ્રિમ કક્ષાનો વિકાસ થશે. આ પ્રસંગે લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળે પણ દમણની એન્‍જિનિયરીંગ કોલેજ, બીચ રોડ, સ્‍કૂલ વગેરેની કરેલી મુલાકાતથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ પણ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા છે. તેઓએ દમણના જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોને લક્ષદ્વીપ આવવાનું આમંત્રણ પણ પાઠવ્‍યું હતું. આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

મન કી બાત (૮૮મી કડી), પ્રસારણ તિથિ: ૨૪.૦૪.૨૦૨૨

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલતાનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment