05મી જાન્યુઆરી, 2025ના રોજ આમલી સ્થિત ગાયત્રી મંદિરના પરિસરમાં મહા રક્તદાન શિબિરનું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : સ્વસ્વરૂપ સંપ્રદાય, જગદગુરુ શ્રી નરેન્દ્રાચાર્ય મહારાજ સંસ્થા દ્વારા દર વર્ષે નવા વર્ષમાં મહા રક્તદાન શિબિરનું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવે છે. જેના ઉપલક્ષમાં સ્વસ્વરૂપસંપ્રદાય, સેલવાસ શાખા દ્વારા આગામી તા.05મી જાન્યુઆરી, 2025ના રોજ આમલી ગાયત્રી મંદિરના પરિસરમાં મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવનાર હોવાનું સંસ્થા દ્વારા જણાવાયું છે.
સેલવાસ શાખા દ્વારા દરેક રક્તદાતાઓને અપીલ કરે છે કે, આ મહા રક્તદાન શિબિરમાં ભાગ લઈ અને ‘રક્તદાન મહાદાન’નો ભાગ બને. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય આપણાં રાજ્યમાં સિકલસેલ, એનિમિયા, હીમોફીલિયા, બેલેસીમિયા, બ્લડ કેન્સર, કીડની ફેલિયર રોગી વધુ માત્રામાં જોવા મળે છે એવા રોગીઓને રક્તની વારંવાર લોહીની આવશ્યકતા હોય છે. જેથી પ્રશાસનના રક્તદાન કેન્દ્ર પર રક્ત યુનિટ આપવાનુ સંપ્રદાય દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.