April 26, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

મોટી દમણ વાત્‍સલ્‍ય સ્‍કૂલના વિદ્યાર્થીઓને કોવિડ-19ની રસીનો ડોઝ અપાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05
આજરોજ ‘વાત્‍સલ્‍ય સ્‍કૂલ’ મોટી દમણમાં સંઘપ્રદેશ પ્રશાસન અને દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્‍ય વિભાગ તથા શિક્ષણ વિભાગ દ્વારા કોવિડ-19 રસીકરણ કેમ્‍પનું સફળ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રસીકરણ કેમ્‍પમાં ધો.8ના 08 અને ધોરણ-09ના 29 અને ધો.10ના 36 એમ કુલ મળીને 73 વિદ્યાર્થીઓને રસીઆપવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં વાત્‍સલ્‍ય સ્‍કૂલ મેનેજમેન્‍ટ, સ્‍ટાફ અને વિદ્યાર્થીઓનો ખુબજ ઉમદા સહયોગ રહ્યો હતો.
આ કાર્યક્રમના નોડલ ઓફિસર તરીકે સ્‍કૂલના શિક્ષક મોનિકા મહેતાએ ફરજ બજાવી હતી. તદુપરાંત સ્‍કૂલના શિક્ષક મુક્‍તિ પટેલ, ચંદ્રકાન્‍ત મકવાણા, રિંકલબેન પટેલ, મનિષા કમાલિયા, સંતના બોઝ તથા દિપીકા ગુપ્તાનો પણ સહયોગ રહ્યો હતો. આ રસીકરણ કેમ્‍પમાં હેલ્‍થ ડિપાર્ટમેન્‍ટના 6 સભ્‍યોની ટીમે હાજર રહી વિદ્યાર્થીઓને રસીકરણ માટે પ્રોત્‍સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં વિદ્યાર્થીઓએ ઉપરાંત તેમના વાલીઓનો પણ સંપૂર્ણ સહયોગ આપ્‍યો હતો.

Related posts

69મા મુક્‍તિ દિન પ્રસંગે દાનહના બદલાયેલા રૂપરંગની ઝાંખી કરાવતા જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા  

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાનનો કરાયેલો પ્રારંભ

vartmanpravah

ચીખલી માણેકપોર ગામે વિન્ડ્‌સન કેમિકલ કંપનીમાં બોયલર સાફ સફાઈ કરવા આવેલ મજૂરનું દાઝી જતા સારવાર દરમ્યાન નિપજેલું મોત

vartmanpravah

કાવ્‍ય સાધના મંચ વાપી દ્વારા ગુજરાત સ્‍થાપના દિનની પૂર્વ સંધ્‍યાએ કવિતા સરીતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

સૌથી નાની વયે સરપંચ બનવાના ધરમપુરના ઈતિહાસના પાને નામ નોંધાવતી પ્રવિણાબેન

vartmanpravah

Leave a Comment