October 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં અફવાને કારણે પોસ્‍ટ ઓફિસ સામે મહિલાઓની જામેલી ભીડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18: દાદરા નગર હવેલીના સેલવાસની પોસ્‍ટ ઓફિસમાં ખાતુ ખોલાવવા માટે મોટી સંખ્‍યામાં મહિલાઓની ભીડ જોવા મળી રહી છે. સંઘપ્રદેશના પડોશી રાજ્‍ય મહારાષ્ટ્રમાં ‘લાડલી બહેન યોજના’ ગુજરાતમાં ‘નમો સરસ્‍વતી યોજના’ અને ‘નમો લક્ષ્મી યોજના’ તથા મધ્‍યપ્રદેશમાં ‘મુખ્‍યમંત્રી લાડલી લક્ષ્મી યોજના’ ત્‍યાંની રાજ્‍ય સરકાર દ્વારા મહિલાઓ માટે સંચાલિત કઈ રહી છે. જેના અંતર્ગત મહિલાઓને 1500 રૂપિયાનો લાભ આપવાનું સુનિヘતિ કરવામાં આવેલ છે અને આ યોજનાનો લાભ લેવા માટે સેલવાસ પોસ્‍ટ ઓફિસની સામે સબંધિત રાજ્‍યની મહિલાઓ અને યુવતીઓની ભારે ભીડ ભેગી થઈ રહીછે.
ઉલ્લેખનીય છે કે આ યોજનાઓ મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્‍યપ્રદેશ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે જેનો લાભ સંબંધિત રાજ્‍યની મહિલાઓને આપવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આવી કોઈ યોજના સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવી નથી.
સેલવાસ પોસ્‍ટ ઓફિસના અધિકારી દીપ પટેલે જણાવ્‍યું કે દાદરા નગર હવેલીમાં આવી કોઈ યોજના પ્રશાસન દ્વારા સંચાલિત કરવામાં આવી નથી, અહીં જે મહિલાઓ અને યુવતીઓ આવે છે તેઓને સમજાવવાનો ઘણો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કોઈ માનવા તૈયાર નથી. ખબર નહિ કોના દ્વારા આ અફવા ફેલાવવામાં આવી રહી છે. દાનહની મહિલાઓમાં ફેલાવવામાં આવેલ આ અફવા કદાચ એમના સગાં-સબંધી અથવા પરિચિતો દ્વારા ફેલાવવામાં આવી રહી છે. આવશ્‍યકતા છે કે તથ્‍યો અને સમાચારોને યોગ્‍ય રીતે વિશ્‍લેષણ કરવાની અને એના સંબંધી આગળની કાર્યવાહી કરવાની પ્રદેશની મહિલાઓને જરૂર છે, સજાગ અને જાગૃત થવાની અને અફવાથી બચવાની જરૂર છે.

Related posts

ધરમપુરના બામટીમાં હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઈ

vartmanpravah

દાનહની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ફ્રેશર ઈવનું થયેલું આયોજન

vartmanpravah

મોટી દમણના કચીગામની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલનો વાર્ષિક રમતોત્‍સવ સંપન્ન

vartmanpravah

અતુલ પાવર હાઉસ પાસેથી વોટર ફિલ્‍ટર બોડીની આડમાં રૂા.10.62 લાખનો દારૂનો જથ્‍થો ભરેલુ કન્‍ટેનર ઝડપાયું

vartmanpravah

ગણતરીના કલાકોમાં મોબાઈલ ચોરને ઝબ્બે કરતી પારડી પોલીસ

vartmanpravah

વાપીઃ છરવાડા રમઝાનવાડી બિલખાડીની નહેરમાં પડી ગયેલ ગાયનું રેસ્ક્યૂ કરાયું

vartmanpravah

Leave a Comment