(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : દમણજિલ્લા પ્રશાસન દ્વારા આ વર્ષે પણ 19મી ડિસેમ્બરના મુક્તિ દિવસનો કાર્યક્રમ કલેક્ટરાલયના પટાંગણમાં જ યોજવામાં આવશે. આન બાન અને શાન સાથે દમણ-દીવના 63મા મુક્તિ દિવસની ઉજવણી જિલ્લા કલેક્ટર ડો. તપસ્યા રાઘવના નેતૃત્વમાં કરવામાં આવશે.
સવારે 9:00 વાગ્યે યોજાનારા ધ્વજારોહનના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડો. તપસ્યા રાઘવ દ્વારા તિરંગો લહેરાવ્યા બાદ તેઓ વક્તવ્ય આપશે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવનું વિલીનીકરણ થયા બાદ બંને પ્રદેશોના મુક્તિ દિવસની ઉજવણી માત્ર ઔપચારિક બની ચુકી છે. પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સેવા સંગઠનો કે કોઈ જૂથ દ્વારા મુક્તિ દિવસની ઉજવણીને યાદગાર બનાવવાનો અવસર રહેલો છે.