Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

બાકી વેરા ગ્રાહકો પર લાલ આંખ કરતી પારડી પાલિકા: વારંવાર નોટિસ આપ્‍યા બાદ વેરો ન ભરતા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.10
પારડી પાલિકાએ નાણાકીય વર્ષનાં અંતિમ તબક્કામાં વેરાની આકરી વસૂલાત માટે કમર કસી છે. જેમાં નગરપાલિકાની એક વિશેષ ટીમ બનાવી બાકીદારોને નોટિસ ફટકારવાની સાથે સાથે મિલકતો પર સીલ મારવાની ગતિવિધિ પણ હાથ ધરતા શહેરમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે.
પારડી નગરપાલિકા નાણાકીય વર્ષ આગામી માર્ચમાં પૂર્ણ થવાનું છે ત્‍યારે માર્ચ એન્‍ડિંગ સુધીમાં નગરપાલિકાએ જુદા જુદા વેરાની વસૂલાતનો ટાર્ગેટ પૂરો કરવા માટે અત્‍યારથી કમર કસી લીધી છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી વેરા બાકીદારો પાસેથી કડક હાથે કામગીરી લેવાનું શરૂ કર્યું છે. બાકીદારોને પાલિકાએ નોટિસ ઈસ્‍યુ કરવા સહિતની કાર્યવાહી કરી છે. અનેપાલિકામાં વેરાવસુલાત માટે તૈયાર કરેલી ટિમમાં કિશોરભાઈ પરમાર, નીતિનભાઈ ચૌબલ સહિતના કર્મચારી છેલ્લા બે દિવસથી બાકીદારોને ત્‍યાં પહોંચી સીલ મારવા જેવી કાર્યવાહી કરતાં શહેરમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે. બે દિવસમાં પારડી પાલિકાએ પાર્થ રેસિડેન્‍સીમાં એક ફ્‌લેટ, સિલ્‍વર પેલેસમાં ત્રણ ફ્‌લેટ, શ્રી એપાર્ટમેન્‍ટમાં એક ફ્‌લેટ, સ્‍ટેટ બેન્‍કની ગલીમાં આઈસ્‍ક્રીમની શોપ, પંચરત્‍ન બિલ્‍ડિંગમાં બે ફ્‌લેટમાં સિલ મારવા જેવી કાર્યવાહી કરતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. ત્‍યારે બાકીદારોને સમયસર પાલિકામાં વેરા ભરવા માટે પાલિકા અપીલ કરી રહી છે.

Related posts

આજે વાપીમાં યુવા અનાવિલ સંગઠન દ્વારા 40 બટુકોનો યજ્ઞોપવિત સંસ્‍કારનો ભવ્‍ય કાર્યક્રમ યોજાશે

vartmanpravah

ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા દમણના યોજના અને આંકડા વિભાગના સહયોગથી  સતત વિકાસના લક્ષ્યો માટે સંઘપ્રદેશ સ્‍તરીય ફ્રેમવર્કના નિર્માણ ઉપર દમણમાં કાર્યશાળા યોજાઈ

vartmanpravah

18 વર્ષ બાદ દમણ કોર્ટથી આવેલો ચૂકાદો: દમણ પુલ દુર્ઘટના માટે ત્રણ એન્‍જિનિયરો દોષિત : બે વર્ષની સજા અને રૂા.16500નો દંડ

vartmanpravah

સેલવાસ મામલતદાર દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોમાં કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કરાયેલી અપીલ

vartmanpravah

સ્‍વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે વિદ્યાર્થી સંઘના નેતા વિશાલ પટેલ અને વિશ્વા પટેલ દ્વારા નાની દમણના દિલીપનગર ગ્રાઉન્‍ડમાં સ્‍ટુડન્‍ટ પ્રીમિયર લીગનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment