Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસની દીપ ડેરીમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગઃ દુકાનનો સામાન બળીને ખાખ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19: સેલવાસના આમલી સરસ્‍વતી ચોક નજીક આવેલ દીપ ડેરીમાં કોઈક કારણોસર અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસના આમલી સરસ્‍વતી ચોક નજીક આવેલ દીપ ડેરીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આગ લાગવાના કારણે દુકાન સંચાલક તાત્‍કાલિક દુકાનની બહાર દોડી આવ્‍યા હતા અને ફાયર વિભાગની ટીમને ફોન કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોને અડધા કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્‍યો હતો. આ ઘટનામાં દુકાનમાં રાખવામાં આવેલ રેફ્રિજરેટર અને અન્‍ય ઈલેક્‍ટ્રીક ઉપકરણો સાથે ડેરીનો સરસામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો.

Related posts

‘‘સ્‍વચ્‍છ ભારત દિવસ” અને ‘‘સ્‍વચ્‍છતા હીફ સેવા” અભિયાન અંતર્ગત દમણના વિશાળ સમુદ્ર કિનારાની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

દાનહમાં પ્રથમ વખત કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસ મહિલા ક્રિકેટ ટીમનું લોકાર્પણ કરશે

vartmanpravah

એકવાર વેચેલી જમીન ફરી વેચાણ કરી છેતરપિંડી કરવા બાબતે એન.આર.આઈ. મહિલા સામે ડુંગરા પોલીસમાં લેખિતમાં એન.સી.

vartmanpravah

સેલવાસ ભુરકુડ ફળિયામાંથી ક્રાઇમ બ્રાન્‍ચે રેડ પાડી બે કિલો ગાંજો જપ્ત કર્યો

vartmanpravah

દમણ રાણા સમાજ દ્વારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલને ખંભાત ખાતે રામનવમી શોભાયાત્રા અસામાજિક તત્‍વો દ્વારા કરાયેલા હુમલામાં જ્ઞાતિના થયેલા અકાળ અવસાનનો વિરોધ નોંધાવવા આવેદન પત્ર અપાયું

vartmanpravah

સ્‍પોર્ટ્‍સ ડીપાર્ટમેન્‍ટ દમણ દ્વારા ડિસ્‍ટ્રીક્‍ટ ઈન્‍ટર સ્‍કૂલ ઓપન ટેબલ ટેનિસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

Leave a Comment