October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસનો યુવાન ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ,તા.08: સેલવાસના ઝંડાચોક દેના બેંક બીલ્‍ડીંગમા રહેતા એક યુવાન ગુમ થયો હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમા નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી દિલબહાદુર અજીકેશી રહેવાસી ઝંડાચોક દેના બેંક બીલ્‍ડીંગ સેલવાસ અને દેના બેંકમા સીક્‍યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. જેમનો પુત્ર નિર્પ દિલબહાર કેશી (ઉ.વ.18) જે દેવકીબા મોહનસિંહ કોલેજમાં અભ્‍યાસ કરે છે જે ગત 19જાન્‍યુઆરીના રોજ બપોરે બે વાગ્‍યાના સુમારે ઘરે જમીને સેલવાસ લાઈબ્રેરીમાં વાંચવા માટે જાઉં છું, એમ કહીને બેગ લઈ ઘરેથી નીકળી ગયો હતો. જે પછી સાંજે પાંચ વાગ્‍યા સુધી ઘરે પરત નહીં આવતા એના મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરેલ પરંતુ મોબાઈલ સ્‍વીચ ઓફ હતો. ત્‍યારબાદ આજુબાજુ તેમજ સગાં-સબંધી-મિત્રોને ત્‍યાં તપાસ કરેલ પણ મળી આવેલ નહિ. ત્‍યારબાદ નિર્પ ગુમ થયો હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમા નોંધાવી હતી. જો કોઈને આ યુવાન અંગે કોઈપણ જાણકારી મળે તો સેલવાસ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્‍યુ છે.

Related posts

વલસાડ જિલ્લાની નેશનલ લોક અદાલતમાં 12010 કેસોમાંરૂ.29,66,41,465 નું સમાધાન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્ય વન સંરક્ષક કે. રવિચંદ્રનની બઢતી સાથે અંદામાન નિકોબાર બદલી

vartmanpravah

આંટિયાવાડ ગ્રામ પંચાયત ખાતે સરપંચ ઉર્વશીબેન પટેલ સાથે મહારાષ્‍ટ્રના રાષ્‍ટ્રીય પ્રશિક્ષણ વિશેષ આમંત્રિત સભ્‍ય યોગીનીએ સદસ્‍યતા અભિયાનને આપેલો વેગ

vartmanpravah

વાપી નગરમાં અદ્વિતિય આત્‍મોત્‍થાન ગુરુહેમ સ્‍મૃતિ મંગલ ચાતુર્માસ પ્રવેશોત્‍સવની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લાનું ઘોરણ 10નું 65.12 ટકા પરિણામ: A1 ગ્રેડમાં 118 અને A2 ગ્રેડમાં 950 વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

ચીખલીમાં નાકોડા જવેલર્સ લૂંટના ગુનાનો મુખ્‍ય આરોપી 8-વર્ષ બાદ ઝડપાયો

vartmanpravah

Leave a Comment