October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીમાં હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: વાપી જીઆઈડીસી, વાપી ટાઉન, ડુંગરા પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મચારીઓ, ટ્રાફિકના જવાનો, જી.આર.ડી.ના જવાનો તેમજ તેમના પરિવારજનો માટે કેમ્‍પ મહેતા હોસ્‍પિટલ કિલ્લા પારડી તથા હેલપિંગહેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજીત ડો.પ્રફુલ મહેતા, ડો.કળપાલ પટેલ, ડો.અંબરીશ મણિયાર, ડો.અભિષેક હેરંજલ, ડો.રાધિકા હેરંજલ, ડો.ભક્‍તિ પટેલ, ડો.ચિંતન પટેલ, ડો.પુનિત માલવિયા, ડો.શ્રેયા દેસાઈ, ડૉ.કિંજલ, ડો.દીર્ઘમ, ડો.ચંદન તેમજ મહેતા હોસ્‍પિટલ તથા હેલપિંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના સ્‍ટાફે સેવાઓ આપી હતી. કેમ્‍પમાં જનરલ ચેક અપ, બ્‍લડ પ્રેશર, બ્‍લડ સુગર, કાર્ડિયોગ્રામ, આંખ, દાંત, સ્‍કિનની તપાસણી કરવામાં આવી હતી.
વાપી ખાતેના ડી.વાય.એસ.પી. દવે, પી.આઈ. બી. જે. સરવૈયા, પી.આઈ. ભરવાડ, પી. આઈ. ચૌધરી, પી.એસ.આઈ. જે. આઈ. પરમાર, પી.એસ.આઈ. ભીંગ રાડીયા, પી.એસ.આઈ. એ. બી. પરમાર, પી.એસ.આઈ. કિરણ પાટીલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
હેલપિંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન ડો.પ્રફુલ મહેતા, વાઈસ ચેરમેન શરદ દેસાઈ, પ્રોગ્રામ કમિટી ચેરમેન પ્રીતેશ ભરુચા, વગેરેએ કેમ્‍પને સફળ બનાવવા માટે યોગદાન આપ્‍યું હતું.
કાર્યક્રમના અંતે ડી.વાય.એસ.પી દવે, તેમજ પોલીસ અધિકારીશ્રીઓએ ઉપસ્‍થિત ડોક્‍ટર્સનું તથા હેલપિંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના પદાધિકારીઓનનું પુષ્‍પગુચ્‍છથી સન્‍માન કર્યું હતું. આભારવિધિ પી.આઈ. બી. જે. સરવૈયા આટોપી હતી. કેમ્‍પમાં 270 જેટલા પોલીસ કર્મીઓનું હેલ્‍થ ચેકઅપ કરવામાં આવ્‍યુંહતું.

Related posts

વાંસદા બુરવડપાડા નજીક બસ પલ્‍ટીમારતા આઠ વ્‍યક્‍તિ ઈજાગ્રસ્ત

vartmanpravah

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરનો વિદ્યાર્થી જિલ્લા સ્‍તરની કરાટે સ્‍પર્ધામાં પ્રથમ આવ્‍યો

vartmanpravah

દાનહઃ ખુશ્‍બુ કંપનીના વર્કરોએ પગાર વધારા મુદ્દે લેબર ઓફિસરને કરેલી રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશના ઇતિહાસમાં પહેલી વખત દેશના રાષ્‍ટ્રપતિ નરોલી ગામમાં પોતાના પગલાં પાડશે

vartmanpravah

તલાવચોરામાં કાવેરી નદીના આઝાદી પૂર્વેનો નીચો પુલ પર એપ્રોચ રોડ ઉપર મોટાપાયે માટી પુરાણ કરી કબ્‍જો કરી લેવામાં આવ્‍યો

vartmanpravah

‘જળવાયું પરિવર્તન અને ભૂમિ બચાવો’ના સંદેશ સાથે નીકળેલા 17 વર્ષના યુવાનનું સેલવાસમાં આગમન

vartmanpravah

Leave a Comment