October 14, 2025
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડમાં એપાર્ટમેન્‍ટ ફલેટમાં યુવકે શરિરે આગ ચાંપી અગ્નિસ્‍નાન કરી લેતા ચકચાર

મૃતક મહેશ રાઠોડ અસ્‍થિર મગજનો તેમજ પરણિત અને ત્રણ સંતાનોનો પિતા હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30 : વલસાડના છીપવાડ વિસ્‍તારમાં શુક્રવારે બપોરે અરેરાટી ભરેલી ચકચારી ઘટના ઘટી હતી. ફલેટમાં એકલા રહેતા 35 વર્ષિય યુવાનો શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્‍નાન કર્યાની ઘટેલી ઘટનાથી સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વલસાડ છીપવાડમાં સરકારી અનાજ ગોડાઉન પાસે આવેલ મધુબન એપાર્ટમેન્‍ટના ફલેટ નં.2માં 35 વર્ષિય મહેશ રાઠોડ એકલો રહેતો હતો. મહેશ પરણિત હતો, ત્રણ બાળકોનો પિતા હતો પરંતુ અસ્‍થિર મગજ ધરાવતો હોવાથી પત્‍ની ચાલી ગઈ હતી. ત્‍યારબાદ એકલો જ રહેતો હતો. માતા સવિતાબેન રાઠોડ મોગરાવાડીમાં દિકરીના ઘરે રહેતા હતા. આજે શુક્રવારે મહેશ ઘરમાં એકલો હતો ત્‍યારે શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી દીધી હતી. ફલેટમાંથી ધુવાડા બહાર દેખાતા લોકો એકઠા થઈ ગયા હતા. ફાયર અને સીટી પોલીસને જાણ કરાતા ઘટના સ્‍થળે આવી મામલો સંભાળી લીધો હતો. ઘરમાં લાગેલી આગ બુઝાવી દેવાઈ હતી. સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી લાશને પી.એમ. માટે મોકલી આપી હતી.

Related posts

ઉમરગામ તાલુકામાં માલધારી સમાજે ગોચરણ જમીનના મુદ્દે સરકાર સામે ચઢાવેલી બાય

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીની મત ગણતરી કરાડ પોલિટેક્‍નિક કોલેજ ખાતે નિર્ધારિત 04 જૂને થશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં 50 ટકાથી ઓછુ મતદાન થયું હોય તેવા વિસ્‍તારમાં ચુનાવી પાઠશાળા યોજાઈ

vartmanpravah

ઉમરગામ પાલિકામાં વરસાદી પાણી ભરાવાની સમસ્‍યાનો કાયમી આવનારો અંત

vartmanpravah

પરિણામ નહીં મળે તો ચૂંટણી બહિષ્‍કારની ચિમકી સાથે: વલસાડ કાંઠા વિસ્‍તારના 12 ગામના લોકો રેતી ખનન મામલે મેદાને ઉતર્યા : રેલી કાઢી

vartmanpravah

વલસાડ અબ્રામામાં કોફી કલ્‍ચર કાફેમાં ગ્રાહકના ફૂડ સિઝલરમાંથી વંદો નિકળ્‍યાનો ગ્રાહકે દાવો કર્યો

vartmanpravah

Leave a Comment