January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડસેલવાસ

દમણગંગા મધુબન જળાશય યોજનામાં જમીન ગુમાવનારા દાનહના આદિવાસી પરિવારોએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં કરેલી ન્‍યાયની માંગ

  • પીડિતોના જણાવ્‍યા પ્રમાણે મધુબન ડેમના નિર્માણ સમયે સરકારે અમને બાહેંધરી આપી હતી કે તેમને જમીનના બદલામાં અન્‍ય જ્‍યાએ જમીન આપવામાં આવશે, પરંતુ આજદિન સુધી ક્‍યાંય પણ જમીન નહીં મળતાં જંગલની જમીન ઉપર રહેવા મજબૂર, પરંતુ વન વિભાગ દ્વારા જંગલની જમીન પણ ખાલી કરવા કરાયેલું ફરમાન

  • પીડિત પરિવારોની વ્‍યથા બાબતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ નવી દિલ્‍હીએ સંઘપ્રદેશ પ્રશાસન પાસે 15 દિવસમાં માંગ્‍યો જવાબ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : કેન્‍દ્રની મોદી સરકાર એક તરફ ગરીબ આદિવાસીઓના ઉત્‍થાન માટે હંમેશાપ્રયાસરત રહે છે. જેમાં વિકાસીય અને ગરીબલક્ષી યોજનાઓના માધ્‍યમથી વિકાસની મુખ્‍ય ધારામાં જોડવા માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. કહેવામાં તો દાદરા નગર હવેલી આદિવાસી બાહુલ્‍ય વિસ્‍તાર છે એના વિકાસ માટે સરકાર પણ વિવિધ યોજનાઓ બનાવે છે. પરંતુ જમીની સચ્‍ચાઈ કંઈક અલગ જ છે. કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં કેટલાક ગરીબ આદિવાસી પરિવારો સંઘપ્રદેશ પ્રશાસનની અનદેખીના શિકાર બની રહ્યા છે અને તેઓ તેમના ન્‍યાય માટે ભટકવા મજબુર છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે વર્ષો પહેલાં દમણગંગા જળાશય યોજનામાં મધુબન ડેમના નિર્માણ સમયથી વારસાગત જમીન ગુમાવનાર સેંકડો પરિવારના ભવિષ્‍યની છે. જેઓ લગભગ 40 વર્ષ પહેલાંથી તેમના હક્ક અધિકાર માટે તલસી રહ્યા છે અને વન વિભાગની જમીન પર જેમ તેમ કરી ગુજરાન ચલાવી રહ્યા છે. અત્રે યાદ રહે કે, દમણગંગા જળાશય યોજનામાં જમીન ગુમાવનારા પીડિત પરિવારોના હજારો સભ્‍યોનું જીવન ખતરામાં પડયું છે.
દમણગંગા નદી ઉપર મધુબન જળાશય યોજનાના નિર્માણ દરમ્‍યાન દાદરા નગર હવેલીના દૂધની પંચાયતની વિવિધ પટેલાદો જેમાં ગોરાતપાડા, ઉમરવરણી, ખુંટલી, વાઘચૌંડા, મેંઢા, પોઠાર, આંબાબારી, દૂધની ટોકરપાડા, રુઇપાડા, ઘોડબારી, બિલધરી, ગુનસા, કૌંચા તથા જમાલપાડાના બે ડઝનથી વધુ મૂળરહેવાસી પરિવારોની જમીન અધિગ્રહણ આ શરતે થઈ હતી કે તેમને જગ્‍યાના બદલે અન્‍ય સરકારી જગ્‍યા ઉપર વસાવવામાં આવશે. પરંતુ આજ દિન સુધી તેમને જમીન મળી નથી. મધુબન જળાશય યોજનામાં જમીન ગુમાવનારા ગરીબ આદિવાસી પરિવારો દ્વારા વર્ષોથી માંગ કરવા છતાંપણ તેઓને અન્‍યત્ર ક્‍યાંય પણ જમીન ફાળવવામાં આવી નથી. તેથી જમીન ગુમાવનારા પીડિત આદિવાસી પરિવારો જંગલની જમીન ઉપર રહેવા મજબુર છે. પરંતુ ત્‍યાં પણ વન વિભાગ દ્વારા તેઓને રહેવા દેવામાં આવતા નહીં હોવાથી ભારે મુશ્‍કેલીમાં મુકાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ન્‍યાયની લડાઈમાં સ્‍થાનિક નેતાઓની અનદેખીથી દુઃખી બનેલ ગરીબ આદિવાસી શ્રી જીગ્નેશ પટારાના જણાવ્‍યા અનુસાર અમે મુળ નિવાસી કહેવાતા આદિવાસી પરિવાર છીએ. પરંતુ અમારા પ્રદેશમાં અમારી પાસે ઘર બનાવવા પુરતી પણ જમીન નથી. દાનહના દૂધની પંચાયત વિસ્‍તારમાં અમારા દરેકના નામો મતદાર યાદીમાં છે, અમે દાનહની મુક્‍તિ થઈ ત્‍યારથી મતદાન કરતા આવ્‍યા છે. અમારા દરેકના નામથી રેશનકાર્ડ, વોટિંગ કાર્ડ, વીજળીનું બિલ, ડ્રાઈવિંગ લાયસન્‍સ, આધારકાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર, જન્‍મ પ્રમાણ પત્ર, મરણના દાખલા સહિત દરેક દસ્‍તાવેજો છે. છતાં પણ અમારી પાસે ફક્‍ત કાગળ ઉપર જ સરકારી જમીન દર્શાવેલછે.
શ્રી જીગ્નેશ પટારાએ પોતાની વ્‍યથા વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, ‘પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના’ અંતર્ગત કેટલાક લોકોના નામે આવાસ પણ ફાળવવામાં આવેલ છે, પરંતુ જંગલમાં વસવાટ હોવાના કારણે 7/12ની નકલ નહીં હોવાના કારણે અમારૂં નામ રદ્‌ કરવામાં આવ્‍યું છે. એવામાં અમે તમામ લોકો અમારા હક-અધિકાર માટે ભવિષ્‍યમાં અંતિમ દમ સુધી લડાઈ લડવા માટે મજબુર છીએ. જેમાં સંઘપ્રદેશ પ્રશાસનની કાર્યવાહી પર પણ આશા રાખી રહ્યા છે.
અત્રે યાદ રહે કે, દમણગંગા જળાશય યોજનામાં વારસાગત જમીન ગુમાવનાર આદિવાસી પરિવારના બાળકો હવે ભણી ગણીને જાગૃત થયા છે, ત્‍યારબાદ તેઓ એમના ભવિષ્‍યને લઈ ચિંતિત શિક્ષિત યુવાઓએ પ્રશાસન પાસે ન્‍યાયની માંગ કરી છે. જેમાં કલેક્‍ટર, આરડીસી ખાનવેલ, મામલતદાર ખાનવેલ તેમજ પંચાયત સ્‍તરે અનેક ફરિયાદો કરી છે પરંતુ આજ દિન સુધી પ્રશાસનિક વિભાગ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરી નથી. જેને લઈ ન્‍યાયની લડાઈમાં આગળ વધતા પીડિતોએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ નવી દીલ્‍હી ખાતે પણ લેખિત રજૂઆત કરી છે, જ્‍યાંથી આયોગ દ્વારા તેમના આ મુદ્દાને ગંભીરતાથી લઈ દાનહ પ્રશાસન પાસે 15 દિવસમાં જવાબ આપવા જણાવ્‍યું હોવાની માહિતી મળી છે.
આયોગ દ્વારા ફરિયાદીઓને પણ કાર્યવાહી સંદર્ભેસૂચિત કરવામાં આવ્‍યા છે. હવે જોવું એ રહ્યું કે સંઘપ્રદેશ પ્રશાસન આ ગરીબ પરિવારોના ભવિષ્‍યને બચાવવા માટે કેટલું જલ્‍દી અને કયા પગલા લેશે?

Related posts

આંતર જિલ્લા શાળા એથ્‍લેટિક્‍સ અને યોગ સ્‍પર્ધામાં દમણની સાર્વજનિક વિદ્યાલયનો ઉત્‍કૃષ્‍ટ દેખાવઃ મેળવેલા 44 મેડલ

vartmanpravah

વલસાડ પટેલ સમાજ દ્વારા તિથલમાં સર્વ પ્રથમ વાર મેરેથોન દોડ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ રેમ્‍યા મોહને પૂરઅસરગ્રસ્‍ત કાશ્‍મીરનગર-બરૂડીયાવાડની મુલાકાત લીધી

vartmanpravah

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજયને દાનહ દમણ-દીવ ભાજપાએ પણ મનાવ્‍યો પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં ભાજપ કાર્યકરો દાનહ અને દમણમાં ઠેર ઠેર ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી ઉજવેલો વિજયોત્‍સવ

vartmanpravah

નિષ્‍ફળતા એ સફળતાનો વિરોધી શબ્‍દ નથી,પરંતુ તે સફળતાનું પહેલું પગથિયું છે

vartmanpravah

દમણ બાલ ભવન બોર્ડ દ્વારા માતળભાષા દિવસના શુભ અવસર પર સંગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment