January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામનું મેન્‍ડેડને અમલ કરાવવા તાલુકા સંગઠન પ્રમુખદિલીપ ભંડારીએ હાથ ધરેલી કવાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: ઉમરગામ તાલુકા પંચાયતના શાસનના બાકી રહેલા અઢી વર્ષ માટે આવતીકાલે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવાની છે. જેના માટે મળનારી સામાન્‍ય સભામાં ભાજપા શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત પાંચ મહત્‍વના હોદ્દા માટે પ્રદેશ પ્રમુખ તરફથી નામોનું મેન્‍ડેડ જાહેર કરવામાં આવ્‍યું છે અને આ મેન્‍ડેડને જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાએ અમલ કરાવવા માટે તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી અને એમની ટીમને કામગીરી સોંપી છે. જે અંતર્ગત આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી અને એમની ટીમે તાલુકા પંચાયતના સભ્‍યોની એક મિટિંગ બોલાવી મેન્‍ડેડની જાણકારી આપી હતી. અને તમામ સભ્‍યોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ બેઠક બાદ સભ્‍યોમાં રહેલી નારાજગી દૂર કરી સંગઠન અને પક્ષ મજબૂત બને એ રીતનું વાતાવરણ બનાવવામાં પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારી અને એમની ટીમને પૂરેપૂરી સફળતા મળી હોવાનું સભ્‍યમાં ચાલતી ચર્ચા અને વાતાવરણ ઉપરથી દૃશ્‍યમાન થતું હતું. મેન્‍ડેડ મુજબ આવતીકાલે મળનારી સામાન્‍ય સભામાં પ્રમુખ તરીકે શ્રીમતી લલીતાબેન ભરતભાઈ ધુમાડા, અને ઉપપ્રમુખ તરીકેશ્રી વિલાસભાઈ નવીનભાઈ ઠાકરીયા બિનહરીફ જાહેર થશે એવું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત કારોબારી અધ્‍યક્ષ તરીકે શ્રી મહેશભાઈ ગોવિંદભાઈ આહીર, પક્ષના નેતા તરીકે શ્રીમતી ધનીશાબેન જગદીશભાઈ કોળી અને દંડક તરીકે શ્રીમતી વર્ષાબેન મહેશભાઈ ધોડીના નામની મેન્‍ડેડ મુજબ જાહેરાત થશે એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

Related posts

દમણ જિલ્લા ભાજપના સંગઠન પર્વના ઉપલક્ષમાં કાર્યશાળાનું કરાયું આયોજન

vartmanpravah

લોકસભામાં કોંગ્રેસના નેતા દ્વારા રાષ્ટ્રપતિ રાષ્‍ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કરાતા ચીખલીમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરી પૂતળા દહન કરાયું

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સાડા ત્રણ ઇંચ વરસાદઃ પવનના સુસવાટાથી કેટલીક જગ્‍યાએ વૃક્ષો ધરાશાયી થયા: ભારે વરસાદથી પ્રદેશના મુખ્‍ય રસ્‍તાઓની હાલત અત્‍યંત દયનીય બની

vartmanpravah

દમણ-દીવ સહિતના દરિયા કિનારાને પર્યટન સ્‍થળ તરીકે વિકસાવવા ઉપર સરકારની નજર

vartmanpravah

દાદરા નગર હવેલીમા 6ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

Leave a Comment