October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની અટાર પી.કે.ડી વિદ્યાલયમાં વ્‍યકિત વિશેષ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ તાલુકાના અટાર ગામનીપી.કી.ડી વિદ્યાલયમાં વ્‍યક્‍તિ વિશેષ કાર્યક્રમ રોટરી કલબ વલસાડ અને ઈનરવ્‍હીલ કલબ વલસાડના સંયુક્‍ત ઉપક્રમે યોજાયો હતો. જેમાં ચિત્રકલા અને શિક્ષણ સ્‍પર્ધા રાખવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્‍થિત નિવૃત પ્રાફેસર ડૉ. સુનીલભાઈ મરજાદીએ ધો.10 અને 12 ના બાળકોને શિક્ષણ લક્ષી કારકિર્દી માર્ગદશન આપ્‍યું હતું. સ્‍પર્ધામાં વિજેતા થયેલા બાળકોને પ્રમાણપત્ર, ઈનામ તથા પ્રાથમિક વિભાગના બાળકોને વોટરબેગ આપવામાં આવી હતી. રોટરી કલબ વલસાડના પ્રમુખ મનીષભાઈ ભરૂચા અને ઈનરવ્‍હીલ કલબ વલસાડના પ્રમુખ નેહાબેન આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા. નવસર્જન કેળવણી મંડળના પ્રમુખ ભીખુભાઈ એમ. દેસાઈ, મંત્રી ડૉ.દીપકભાઈ જી. દેસાઈ, ઉપપ્રમુખ બળવંતરાય ગજધર તથા શાળાના આચાર્ય જીતેન્‍દ્રકુમાર એમ. ટંડેલ તરફથી રોટરી કલબ વલસાડ અને ઈનરવ્‍હીલ કલબ વલસાડનો આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

Related posts

વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિકાસ સપ્તાહ”ની ઉજવણીના સુચારૂં આયોજન માટે બેઠક મળી

vartmanpravah

પારડીના રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાનદાદાના જન્‍મોત્‍સવની ધામધૂમથી ઉજવણી

vartmanpravah

વલસાડની ૫ વર્ષીય બાળકી ઇન્ડિયાઝ ટોપ મોડેલ સીઝન -૩માં ૨ રનર્સ અપ

vartmanpravah

ખેરગામ વિસ્‍તારમાં ધમધોકાર ચાલી રહેલા દારૂ-જુગારના અડ્ડાઓ ઉપર નવસારી એલસીબીની ટીમે મારેલો છાપો

vartmanpravah

સરીગામ ગ્રા.પં. દ્વારા રૂા.11.5 લાખના ખર્ચે નિર્માણ થનાર વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

vartmanpravah

મોબાઈલની મોકાણ : હર્યો ભર્યો સંસાર ઉજળતા રહી ગયો

vartmanpravah

Leave a Comment