October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

કોવિડ-19ની સંભવિત લહેરને ધ્‍યાનમાં રાખી સેલવાસ આરોગ્‍ય વિભાગની ટીમે શહેરની દુકાને દુકાને જઈ શરૂ કરેલી ટેસ્‍ટિંગ પ્રક્રિયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : દુનિયામાં ચીન, જાપાન, અમેરિકા, બ્રાઝિલ સહીત અન્‍ય દેશોમાં વધતા જતા કોવિડ-19ના કેસ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સંભવિત કોરોનાની લહેરને ધ્‍યાનમાં રાખીને સંઘપ્રદેશ આરોગ્‍ય વિભાગ દ્વારા અગમચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. જેમાં પ્રદેશના તમામ વિસ્‍તારની દરેક ખાનગી અને સરકારી હોસ્‍પિટલોમાં બે દિવસ પહેલા જ મોકડ્રીલ યોજીને બેડ, ઓક્‍સિજન, વેન્‍ટિલેટર, દવાઓ વગેરેની તપાસ કરવામાં આવી હતી. દરમિયાન કોરોના વાઈરસ નહીં ફેલાઈ એ માટે તકેદારીના ભાગ રૂપે આરોગ્‍ય વિભાગ દ્વારા સેલવાસ શહેરમાં દુકાને દુકાને જઈ ટેસ્‍ટિંગ શરૂ કરી દેવાયું છે. જેમાંફળ-ફૂલ વિક્રેતા, શાકભાજી વિક્રેતા, ચપ્‍પલની દુકાન, કપડાં, મીઠાઈ, કરિયાણા અને અન્‍ય નાની મોટી દુકાનોમાં જઈ દુકાનદારો તથા કામદારોના કોરોના ટેસ્‍ટ સેમ્‍પલ લેવામાં આવી રહ્યા છે અને તેના ટેસ્‍ટિંગ કરવામાં આવી રહ્યા છે.

Related posts

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ દ્વારા ખરેડી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો

vartmanpravah

પારડીના મોટા વાઘછીપામાં એક જ રાત્રીએ ત્રણ જગ્‍યાએ ચોરી

vartmanpravah

દીવ વણાંકબારા શિવ સાગર સપ્‍લાયર્સ એસોસિયેશન દ્વારા રાધે ક્રિષ્‍ના બોટ માલિકને રૂા. 2,25,936ની આર્થિક સહાય કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૪૪૬૫૭૯ બાળકોને કૃમિનાશક દવા અપાઈ, ૯૭.૪ ટકા લક્ષ્યાંક સિધ્ધ

vartmanpravah

દમણની ડિસ્‍ટ્રિક્‍ટ અને સેશન કોર્ટનો ચુકાદો દમણના આંટિયાવાડ ખાતે થયેલ હત્‍યાના પ્રયાસમાં આરોપી વિજય રાવતને પાંચ વર્ષની કેદ

vartmanpravah

મુંબઈ અંધેરીની હોટલને બોમ્‍બ મુકી ઉડાવી દેવાની ફોનથી ધમકી આપી ખંડણી માંગનાર બે આરોપી વાપીના છીરીથી ઝડપાયા

vartmanpravah

Leave a Comment