October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

અરૂણાચલ પ્રદેશથી આઈ.એ.એસ. અધિકારી સ્‍વપ્‍નિલ નાયકનું થનારૂં સંઘપ્રદેશમાં આગમન

  • દમણની બે આઈ.એ.એસ. બેલડી રવિ ધવન અને રૂચિકા કાત્‍યાલની અરૂણાચલ પ્રદેશ બદલી
  • સ્‍વપ્‍નિલ નાયક મૂળ ગોવા રાજ્‍યના અધિકારી હોવાથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના વહીવટી ઈતિહાસ-ભૂગોળને સમજતા તેમને સમય નહીં લાગશે એવું થઈ રહેલું આકલન
સ્વપ્નિલ નાયક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 06 : સંઘપ્રદેશ પ્રશાસનમાં હાલમાં જોડાયેલા બે આઈ.એ.એસ. જોડીની અરૂણાચલ પ્રદેશ બદલીનો આદેશ ભારત સરકારના ગૃહ મંત્રાલયે જારી કર્યો છે અને તેમના સ્‍થાને અરૂણાચલ પ્રદેશથી 2009 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી સ્‍વપ્‍નિલ એમ. નાયકને દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં મુકવામાં આવ્‍યા છે.
હાલમાં સંઘપ્રદેશ પ્રશાસનમાં વન સચિવ તરીકે કાર્યરત શ્રી રવિ ધવન અને તેમના ધર્મપત્‍ની શ્રીમતી રૂચિકા કાત્‍યાલની અરૂણાચલ પ્રદેશ બદલીનો આદેશ કરાયો છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવપ્રશાસનમાં આવી રહેલા 2009 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી સ્‍વપ્‍નિલ એમ. નાયક મૂળ ગોવા સરકારના અધિકારી છે અને તેમનું 2016માં આઈ.એ.એસ.ના પદ ઉપર પ્રમોશન થયું હતું.
શ્રી સ્‍વપ્‍નિલ એમ. નાયક ભારત સરકારના તત્‍કાલિન આયુષ મંત્રાલયના રાજ્‍યમંત્રી શ્રી શ્રીપાદ યશોનાયકના અંગત સચિવ તરીકે પણ કાર્યરત હતા. તેઓ ગોવા રાજ્‍યના મૂળ અધિકારી હોવાના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવના વહીવટી ઇતિહાસ-ભૂગોળને સમજતા તેમને સમય નહીં લાગશે એવું માનવામાં આવી રહ્યું છે.

Related posts

વલસાડ તડકેશ્વર મહાદેવ સહિત જિલ્લાના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાવિકોની ભીડ ઉમટી

vartmanpravah

ઉમરગામ પાલિકાએ પાંચ બિલ્‍ડીંગોને આપેલ બીયુપી અને એનએ અભિપ્રાય સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

દાનહના શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરની અધધ… રૂા.41 કરોડ 10 લાખ કરતા વધુની રોકડ સહિત સંપત્તિ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર રેતી ડમ્‍પર ચાલકે બે કારને ટક્કર મારી સદનસીબે કાર સવાર બે પરિવારોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં NID-નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે પલ્સ પોલિયો સ્ટીયરિંગ કમિટીની બેઠક યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં તલાટીઓની કરાઈ આંતરિક બદલી

vartmanpravah

Leave a Comment