December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા. વિસ્‍તારમાં નિર્માણાધિન કોઈપણ જગ્‍યાએ પાણીનો ભરાવો નજરે પડશે તો જવાબદાર વ્‍યક્‍તિઓ વિરૂદ્ધ દાનહ પીડીએ વિભાગ કાનૂની કાર્યવાહી કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : દાદરા નગર હવેલીના જિલ્લા પ્રશાસન પ્રદેશના તમામ નાગરિકોના આરોગ્‍ય અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબધ્‍ધ છે, તેથી જરૂરી છે કે જિલ્લામાં ડેંગ્‍યુ જેવા પાણીજન્‍ય બિમારીઓના ફેલાવાને રોકવા માટે નાગરિકોએ જરૂરી સાવચેતીઓ રાખવી આવશ્‍યક છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સક્ષમ અધિકારીના ધ્‍યાને આવ્‍યું છે કે, ખરાબ હવામાનના કારણે જુદી જુદી જગ્‍યાએ ખાસ કરીને દાદરા નગર હવેલી યોજના અને વિકાસ અધિકારી(ડીએનએચપીડીએ) અને સેલવાસ નગરપાલિકાના અધિકાર ક્ષેત્રમાં નિર્માણાધિન સ્‍થળો ઉપર પાણી ભરાવાનું સંકટ ઉભું થઈ શકે છે.
સંભવતઃ ખતરાને ધ્‍યાને રાખતા દાદરા નગર હવેલી યોજના અને વિકાસ અધિકારીના રેકોર્ડમાં નોંધાયેલ તમામ વ્‍યક્‍તિ (બિલ્‍ડરો, ડેવલપર્સ, એન્‍જિનિયરો, વાસ્‍તુકારો, નિરીક્ષકો વગેરે સહિત)ઓને જિલ્લામાં નિર્માણાધીન સ્‍થળોએ પાણી ભરાવાના સંકટને ઓછું કરવા માટેના જરૂરી ઉપાયો લાગૂ કરવાના નિર્દેશો આપવામાં આવ્‍યા છે. જેમાં પાણીના થતાં સંગ્રહને રોકવું, નિયમિત તેનું નિરીક્ષણ કરવું અને પાણી જમા થવાની સંભાવનાવાળા વિસ્‍તારોની સાફ-સફાઈ કરવા જણાવાયું છે. કારણ કે, પાણી સંગ્રહ થવાના સ્‍થળોએ મચ્‍છરોના સંભવિત પ્રજનન સ્‍થળો બની શકે છે. તેથી દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા આપવામાં આવેલા નિર્દેશનું પાલન કરવા નિષ્‍ફળ જનારાઓ વિરૂદ્ધ સક્ષમ અધિકારી દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે, જેમાં સામાન્‍ય વિકાસ નિયમ-2023 અંતર્ગત નિયત દંડ સામેલ છે. એમ ટાઉન પ્‍લાનિંગ ઓફિસર-દાનહની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસસી સ્‍કૂલ સલવાવમાં ઈન્‍વેસ્‍ટિચર સમારોહ યોજાયો

vartmanpravah

દાનહના બિસ્‍માર રસ્‍તાઓથી દુઃખી બનેલા સાંસદ કલાબેન ડેલકરઃ છેવટે પ્રશાસકશ્રીના સલાહકારને કરી રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ શ્રેષ્‍ઠ ‘થ્રીડી’ના મિશન માટે મક્કમઃ મરવડ હોસ્‍પિટલના મહત્‍વાકાંક્ષી નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

ગાંધીનગર ખાતે એફ.આઈ.એ.ના સભ્‍યો અને હોદ્દેદારોનો યોજાયેલ સ્‍નેહમિલન કાર્યક્રમ

vartmanpravah

વલસાડ જિલ્લાની શાળાઓમાં રાજ્‍યના મુખ્‍ય ચૂંટણી અધિકારી પી. ભારતીનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્‍યું

vartmanpravah

19મી નવેમ્‍બરની દમણ ખાતે સૂચિત વીવીઆઈપી વિઝિટને અનુલક્ષી દમણમાં ભારે વાહનો અનેટ્રકોની અવર-જવર ઉપર આજે સાંજે 6:00 થી રવિવારના સવારના 6:00 સુધી પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment