September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના વંકાલ મોખામાં યોજાયેલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં માધવ ઈલેવન ચેમ્‍પિયન અને રનર્સઅપ તરીકે યશ્ચિ ઈલેવન આવતા બંને ટીમોને ટ્રોફી એનાયત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: વંકાલ ગામના મોખા ફળિયામાં સ્‍થાનિકો દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાતા હરાજી પધ્‍ધતિથી ક્રિકેટરોની પસંદગી કરી ટીમ બનાવાતા આઠ જેટલી ટીમો મેદાનમાં ઉતરી હતી. આ ટૂર્નામેન્‍ટનું ઉદ્દઘાટન ધારાસભ્‍ય નરેશભાઈ પટેલ હસ્‍તે જિલ્લાપંચાયત સભ્‍ય નિકુંજભાઈ પટેલ ઉપરાંત સ્‍થાનિક આગેવાનો અને ક્રિકેટરોની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું હતું. આ ટૂર્નામેન્‍ટની ફાઈનલમાં માધવ ઈલેવન અને યશ્ચિ ઈલેવન વચ્‍ચે મુકાબલો થયો હતો. જેમાં માધવ ઈલેવને પ્રથમ દાવ લઈ 65-રનનો લક્ષ્યાંક આપતા આ લક્ષ્યાંક યશ્ચિ ઈલેવન પૂરો ન કરી શકતા 18 રને માધવ ઈલેવન ચેમ્‍પિયન થતા કપ્તાન વિજુ પટેલને આર્યા ગ્રુપ સમરોલીના કલ્‍પેશભાઈ પટેલના હસ્‍તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત રનર્સઅપ અને મેન ઓફ ધી સિરીઝ જાહેર થયેલા જય પટેલને ટ્રોફી એનાયત કરાઈ હતી. અંતે આભારવિધિ વંકાલ ગ્રામ પંચાયતના સભ્‍ય દીપકભાઈ ઠાકોરભાઈ દ્વારા કરવામાં આવી હતી.

Related posts

વલસાડ સરોધી હાઈવે ઉપર એક્‍સલ તૂટી જતા કેશ અને ગોલ્‍ડ લઈ જતી સિક્‍યોરિટી વેન પલટી મારી ગઈ

vartmanpravah

ધરમપુરમાં બિલપુડીની બી.આર.એસ કોલેજમાં થીમ બેઝ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

‘જાકો રાખે સાંઇયા માર શકે ના કોઈ’ દમણગંગા નદીમાં આત્‍મહત્‍યાનો પ્રયાસ કરનાર પરણીતાને યુવાને બચાવી

vartmanpravah

વાપી સુલપડ વિસ્‍તારમાં છેલ્લા 10 થી 15 દિવસથી પાણીનો કકળાટ

vartmanpravah

દાનહના પોર્ટુગલ શાસનથી મુક્‍તિના સંદર્ભમાં લખાયેલ પુસ્‍તક ‘અપ રાઈઝિંગ ધ લીબરેશન ઓફ દાદરા નગર હવેલી’નું નવી દિલ્‍હીમાં વિમોચન કરાયું

vartmanpravah

કલાકાર પોતાના સ્‍વાભિમાન સાથે થતી જરા સરખી પણ છેડછાડ બરદાસ્‍ત નહી કરે : કરન જાદુગર

vartmanpravah

Leave a Comment