June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના આમધરાના યુવાનને માસિક 10% વ્‍યાજે આપેલી રકમ ચૂકવવામાં મોડું થતાં ઘરે આવી ધમકાવનાર નાંધઈ-ભૈરવીના ઈસમ સામે ગુનો નોંધાયો

એક લાખ રૂપિયા વ્‍યાજે આપવાની સામે સિક્‍યુરીટી પેટે બે ચક અને બુલેટ મોટરસાયકલ પણ લીધી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી શિવાંગ બીપીનભાઈ કોળી પટેલ (રહે.કોળીવાડ આમધરા તા.ચીખલી)ના પિતાજીને છ એક માસ પૂર્વે સારવાર માટે આલીપોર હોસ્‍પિટલમાં દાખલ કરાતા પૂરતા પૈસા ન હોય તેમને નાંધઇ-ભૈરવીનો ધવલ વ્‍યાજનો ધંધો કરતો હોવાનું જાણવા મળતા તેનો સંપર્ક કરતા ખેરગામ એપીએમસી પાસે બોલાવી એક લાખ રૂપિયાની જરૂરિયાત હોવાનું જણાવતા ધવલે બે કોરા ચેક અને તેટલી જ રકમની એક વસ્‍તુ આપવા પડશે તેમ જણાવ્‍યું હતું. બાદમાં પીપલગભણ હાઈસ્‍કુલ પાસેબોલાવી વ્‍યાજના પ્રથમ હપ્તાના 10,000/- રૂપિયા કાપી લઈ 90,000/- રૂપિયા આપ્‍યા હતા. સિકયુરિટી પેટે શિવાંગે બે કોરા ચેક અને પિતાજીના નામે રજીસ્‍ટ્રેશન થયેલ તેમનું રોયલ એનફીલ્‍ડે જીજે-21-બીએલ-0001 આપેલ ત્‍યારબાદ તેના મિત્રના ફોન મારફતે ગુગલ પે થી વ્‍યાજના બીજા હપ્તાની રકમ રૂ.10,000/- ચૂકવ્‍યા હતા.
બાદમાં વ્‍યાજ આપવામાં મોડું થતા અવાર નવાર ફોન પર અને ઘરે આવીને પુરે પુરી રકમ ચૂકવી દેવા ધમકી આપતા પોલીસે ગેરકાયદેસર નાણાં ધીરનારની પ્રવૃત્તિ કરનાર ધવલ આશિષ પટેલ (રહે.નાંધઇ-ભૈરવી તાડ ફળીયા નહેર પાસે તા.ખેરગામ જી.નવસારી) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

દમણમાં સ્‍વ.ડાહ્યાભાઈ પટેલ અને પિતૃ સ્‍મરણાર્થે 3જી જાન્‍યુઆરીથી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ બીજા દિવસે ચણવઇ ગામમાં પહોંચ્યો, લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

દાનહમાંથી સાંસદ પરિવારની ચાલતી ગુંડાગીર્દી, પરિવારવાદ, ભ્રષ્‍ટાચાર અને આતંકની રાજનીતિ હવે પૂર્ણઃ પ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકર

vartmanpravah

વાપી કંપનીમાં વાલ્‍વ ચોરીના મામલામાં કર્મચારીને છીરીમાં ગોંધી રાખી માર માર્યાની ફરિયાદ

vartmanpravah

દૂધની પ્રાથમિક શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામડાં તરફ શિબિર’ યોજાઈ

vartmanpravah

વાપી હાઈવે દમણગંગા બ્રિજ પાસે રોયલ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કમાં કાર્યરત ફાર્મા કંપનીમાં આગ

vartmanpravah

Leave a Comment