ચાઈનીસ દોરીથી 3 મોત બાદ ગુજરાતમાં ચાઈનીસ દોરીના વેચાણ પર પ્રતિબંધ જાહેર કરાયો છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: તાજેતરમાં ગુજરાતના વિવિધ શહેરોમાં ચાઈનીસ દોરીથી ગળા કપાતા ત્રણ શખ્શના મોતના સમાચાર બાદ રાજ્ય સરકાર એકશનમાં આવી ગઈ હતી. ચાઈનીસ દોરી વેચાણ ઉપર પ્રતિબંધ જાહેર કરી દેવાયો છે. તેથી હજુ પણ ખાનગી રાહે ચાઈનીસ દોરીનું વેચાણ ચાલી રહ્યું હોવાની બાતમી બાદવલસાડ પોલીસે ડુંગરીમાંથી ચાઈનીસ દોરી વેચતી દુકાન ઉપર રેડ કરીને 59 રીલ ફીરકી સાથે વેપારીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વલસાડ પોલીસને મળેલી બાતમી આધારે ગતરોજ ડુંગરીમાં કાર્યરત બજરંત પતંગ નામની દુકાનમાં રેડ કરી હતી. કાર્યવાહીમાં પોલીસે ચાઈનીસ દોરીની 15 ખાલી અને 44 ભરેલી ફીરકીઓ જપ્ત કરી હતી. 11,800 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વેપારીની અટક કરી હતી. ઉલ્લેકનીય છે કે, રાજ્યમાં સાબરકાંઠા જિલ્લા સહિત અનેક જગ્યાએ ચાઈનીસ દોરી વેચતા વેપારીઓ ઝડપાયા છે.