Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

છેલ્લા ૩૦ વર્ષથી ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જા રાખનારા ચીખલી રાનવેરી કલ્લાના ૪ ઈસમો સામે નોંધાયેલો ગુનો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.17: ચીખલી તાલુકાના રાનવેરી કલ્લા ગામે છેલ્લા ત્રીસેક વર્ષથી ગેરકાયદેસર રીતે જમીનનો કબ્‍જો કરી રાખતા પોલીસે ચાર જેટલા સામે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધની કાયદાની જોગવાઈ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરિયાદી દ્વારા મે-2021 માં મહેસુલ વિભાગના ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવામાં આવી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી વિગત મુજબ રાનવેરી કલ્લા ગામના બ્‍લોક નંબર 28, 134, 169, 600, 602, 1505, 1773 વાળી ફરિયાદી ધર્મેન્‍દ્રસિંહ ભીખુસિંહ પરમાર (રહે.701/સાતમો માળ અરિહંત એપાર્ટમેન્‍ટ આરએમ પાર્કની સામે તિથલ રોડ તા.જી.વલસાડ) ની વડીલોપારજીત જમીન ઉપર ગેરકાયદેસર કબ્‍જો જમાવી રાખી તેઓને કબ્‍જો ન આપી જમીન પર જતાં અટકાવી અવાર નવાર ગાળાગાળી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ખેતી પણ ન કરવા દેતા આ અંગે તેમણે જમીનનો કબ્‍જો મેળવવા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ મહેસુલ વિભાગના ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી હતી. જેના સંદર્ભે આ અધિનિયમ હેઠળ રચાયેલ સમિતિની બેઠક જિલ્લા કલેકટરના અધ્‍યક્ષ સ્‍થાને 21/09/22 ના રોજ મળી હતી. જેમાં પ્રથમ દ્રષ્ટિએ ગુનો સ્‍થાપિતથતો હોવાથી અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હતી.
જે સંદર્ભે પોલીસે લેન્‍ડ ગ્રેબિંગના કાયદાની જોગવાઈ મુજબ ડાહીબેન ઈશ્વરસિંહ પરમાર, પંકજસિંહ ઈશ્વરસિંહ પરમાર, વિમલસિંહ ઈશ્વરસિંહ પરમાર, અનુપસિંહ છગન લાલ પરમાર (તમામ રહે.રાનવેરી કલ્લા તા.ચીખલી જી.નવસારી) એમ ચાર જેટલા સામે ગુનો નોંધી તપાસ ડીવાયએસપી એસ.કે.રાયે હાથ ધરી હતી.

Related posts

ચેકીંગમાં ગયેલ વીજ કર્મચારીઓ પર ચાકુથી હુમલો કરનારા ત્રણને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વાપી મામલતદાર કચેરીમાં સ્‍વાગત કાર્યક્રમ યોજાયો: પાલિકાના પાથરણા વાળાનો મુદ્દો ગાજ્‍યો અને નિરાકરણ કરાયું

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે 30મી એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરાશે

vartmanpravah

ચીખલીના સમરોલી-કેસલી માર્ગ ઉપર નમી ગયેલા વીજપોલ અને વીજતારો જોખમી

vartmanpravah

વલસાડના યુવાનોએ શ્રમયજ્ઞ કરી તંત્રને બોધપાઠ આપ્‍યો : હાઈવે ઉપરના ખાડા પુરવા યુવાનો જાતે ઉતર્યા

vartmanpravah

Leave a Comment