Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપીમાં યુવા અનાવિલ સંગઠન દ્વારા 40 બટુકોનો યજ્ઞોપવિત સંસ્‍કારનો ભવ્‍ય કાર્યક્રમ યોજાશે

અનાવિલ હોલમાં ચાલતી તડામાર પૂર્વ તૈયારીઓ : 3 થી 4 હજાર અનાવિલો કાર્યક્રમમાં સહભાગી બનશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી યુવા અનાવિલ સંગઠન દ્વારા આવતીકાલ શુક્રવારે વાપી અનાવિલ હોલમાં 40 બટુકોનો યજ્ઞોપવિત સંસ્‍કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. સંગઠન દ્વારા આ બીજો સમુહ યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાશે.
વાપી વિસ્‍તારમાં વસતા અનાવિલ સમાજ માટે ખુબ મહત્ત્વનો પ્રસંગ એટલે બટુકોના યજ્ઞપવિત સંસ્‍કાર જેને લગ્ન પ્રસંગ જેટલો મુલ્‍યવાન લેખાય છે. તેથી વાપી યુવા અનાવિલ સંગઠન દ્વારા આવતીકાલે દ્વિતિય સામુહિક યજ્ઞોપવિત કાર્યક્રમ અનાવિલ હોલમાં યોજાનાર છે. અનાવિલ યુવા સંગઠનના પ્રમુખ મનીષભાઈ દેસાઈ અને તેમની ટીમ દ્વારા અનાવિલ હોલમાં બે દિવસથી પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં 40 બટુકોનો સામુહિક યજ્ઞોપવિત સ્‍વજનોની વિશાળ હાજરીમાં થશે. કાર્યક્રમમાં સમાજના ત્રણથી ચાર હજાર અનાવિલો સહભાગી થશે.

Related posts

દાનહમાં એક લાખ કરતા વધુ સભ્‍યો નોંધવા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના રાષ્‍ટ્રીય સંયોજક વિનોદ તાવડેએ આપેલો લક્ષ્યાંક

vartmanpravah

વાપી હાઈવે ઉપર હંગામી કામ ચલાઉ એસ.ટી. ડેપોની તૈયારી પુરજોશમાં

vartmanpravah

ભિલાડ નજીકના ઝરોલીમાં ત્રાટકેલા ચાર લૂંટારૂ

vartmanpravah

ધરમપુરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી

vartmanpravah

2024 લોકસભા ચૂંટણી દાનહ અને દમણ-દીવ માટે ભાગ્‍ય ઉઘાડનારી અને વિશ્વ સ્‍તરે ડંકો વગાડનારી બની રહેશે

vartmanpravah

વલસાડના રોણવેલ અને નાની સરોણ ગામે બે પ્રેમી પંખીડાઓનો મોબાઈલ ઉપર વાત થયા પછી જીવનનો અંત: પ્રેમિકાની હત્યા કરી પ્રેમીનો પણ આપઘાત

vartmanpravah

Leave a Comment